બોટાદ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધિરાણની પાકતી તારીખમાં નભામણી આપી મુદતમાં વધારો કરવા માંગ

24 March 2020 02:26 PM
Botad
  • બોટાદ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધિરાણની પાકતી તારીખમાં નભામણી આપી મુદતમાં વધારો કરવા માંગ

બોટાદ તા.24
હાલ સમગ્ર વિશ્ર્વ અને ભારતમાં કોરોના વાયરસ નિષ્ણાંતોના મુલ્યાંકન મુજબ 25 એપ્રિલ 2020 સુધી દેશમાં હાહાકાર મચાવી શકે તેવી ગંભીર સ્થિતિમાંથી બધા સાવચેતીના ભાગરૂપે લોકડાઉનની સ્થિતિમાં છે.
હાલ આપણા બોટાદ જિલ્લામાં 144 લાગુ છે તેમજ બોટાદ તાલુકાનું માર્કેટ યાર્ડ તા.2/4/2020 સુધી બંધ છે તેમજ અન્ય સેવાઓ (બસ/ટ્રેઇન વિગેરે) બંધ હોય, બોટાદ જિલ્લાના ખેડૂતોને કેસીસી કરજ પરત ભરવા તેમજ ઉપાડવામાં મુશ્કેલી થાય તેમ હોય ખેડૂતોએ 2019/20 ખરીફ કેસીસી લોનનું માત્ર વ્યાજ ભરી, લોન ટર્ન ઓવર થઇ શકે તેમજ પાકતી તા.31/3/2020માં નભામણી આપી તા.30/6/2020 સુધી મુદત વધારો આપવા બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોની માંગણી છે.
હાલની મહામારીની ગંભીર સ્થિતિએ ખેડૂતોને 2019-20માં અતિવૃષ્ટિના માર પછી વધુ ગંભીર સ્થિતિમાં મૂકાયા છે. ભારત સરકાર અને ગુજરાત રાજય હંમેશા ખેડૂતો માટે ચિંતીત હોય તાત્કાલીક અસરથી બોટાદ જિલ્લાના ખેડૂતોને યોગ્ય પ્રતિભાવ મળે તેવી માંગણી છે.


Loading...
Advertisement