ગોંડલમાં સાંસદ પરિવારના ત્રણ સદસ્ય સહિત 59 વ્યકિતઓને કવોરન્ટાઇન કરાયા

24 March 2020 02:25 PM
Gondal
  • ગોંડલમાં સાંસદ પરિવારના ત્રણ સદસ્ય સહિત 59 વ્યકિતઓને કવોરન્ટાઇન કરાયા

કોરોનાના કહેર સામે સાવચેતીના પગલા

ગોંડલ તા.24
ગોંડલમાં કોરોનાના કહેર વચ્ચે આરોગ્ય તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે પોરબંદર સંસદ રમેશભાઈ ધડુક ના બંને પુત્રો ડોક્ટર નૈમિષ અને તેના ભાઈ સાવન ધડુક તેમજ તેના બનેવી સ્વીઝરલેન્ડ નો પ્રવાસ ખેડીને આવ્યા હોય જેની જાણ આરોગ્ય વિભાગને થતાં અર્બન હેલ્થ સેન્ટર ના ડોક્ટર દિવ્યાબેન પદમાણી દ્વારા સાંસદના બંગલે કવોરેન્ટાઇનજનું સ્ટીકર લગાવી લોકોને સત્ય કહેવા જાગૃત કરાયા છે.
આ સાથે શહેરના 59 વ્યક્તિઓ દેશનો પ્રવાસ કરીને આવ્યા હોય તેઓને પણ કવોરેન્ટાઇન આરોગ્ય લક્ષી માહિતી આપી ઘરની અંદર જ રહેવા સૂચન કરાયું છે.આ સાથે ડોક્ટર દિવ્યાબેન કોરોના કહેર વચ્ચે લોકોએ જાગૃતિ દાખવી સ્વૈચ્છિક રીતે પારસ્પરિક દુરી રાખી કોરોના ને અટકાવવા લોકોને જણાવ્યું હતું અને ઘરમાં રહેવા અપીલ કરી હતી.


Loading...
Advertisement