તળાજાના સરતાનપર ગામે એક યુવાન કવોરન્ટાઇન : અલંગમાં આઇસોલેશન વોર્ડ શરૂ

24 March 2020 02:23 PM
Bhavnagar
  • તળાજાના સરતાનપર ગામે એક યુવાન કવોરન્ટાઇન : અલંગમાં આઇસોલેશન વોર્ડ શરૂ

એક યુવતીને શ્ર્વાસ લેવાની તકલીફ જણાતા હોસ્પિટલ ખસેડાઇ પણ હૃદયની બિમારી નીકળી

(વિપુલ હિરાણી) ભાવનગર તા.24
કોરોનાને લઈ આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે.તળાજા બ્લોક હેલ્થ કેન્દ્ર દ્વારા છ વ્યક્તિ ને હોમ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. તો શહેર ની એક યુવતી ને ભાવનગર લઈ જવામાં આવતા શંકાસ્પદ હોવાની વાતો ફેલાતા આરોગ્ય વિભાગે હદયની બીમારી હોવાનું જણાવ્યું હતું. અલંગ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવશે.
કોરોનાને લઈ તળાજા પંથક માં ખાસ કરી સોસીયલ મિડિયા અને કાનોકાન અફવાઓ ,ગેર સમજ નો દૌર શરૂ થયો છે. તાલુકા ના સરતાનપર બંદર ખાતે અબુધાબી થી આવેલ એક યુવક ને હોમ આઇસોલેશન માં રાખવામાં ગઈકાલ થી આવેલછે. એ સહિત છ કેસ હોમ આઇસોલેશનમાં છે.આજે બપોરે આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતી યુવતી ને ભાવનગર લઈ જવામાં આવેલ. આ યુવતી બાબતે તાવ, શરદી ના કારણે લઈ જવાનું વહેતુ થયેલ. તેની સામે સતાવાર સાધનો એ જણાવ્યું હતુંકે તેને હદય ફુલવાની બીમારી હોય ભાવનગર મોકલવામા આવેલ
સૂત્રો એ જણાવ્યું હતુંકે અલંગ યાર્ડ ખાતે આવેલ ટ્રેનીંગ સેન્ટર માં જે રૂમો આવેલા છે તેમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે. મહોલ્લા કે ગામમાં કોઈ બહાર ગામથી આવે અને તેને તાવ,શરદી,ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક પ્રસાશન અને આરોગ્ય વિભાગને જાગૃત બની જાણ કરવા જણાવાયું છે.


Loading...
Advertisement