આર્મીની ઓળખ આપી ફેસબુક આઈડી પર ગોંડલના યુવાન સાથે રૂા. 1.40 લાખની ઠગાઈ

24 March 2020 02:22 PM
Gondal Rajkot
  • આર્મીની ઓળખ આપી ફેસબુક આઈડી પર ગોંડલના યુવાન સાથે રૂા. 1.40 લાખની ઠગાઈ

ઓએલએક્સ, ફેસબુકમાં ઇન્ડીયન આર્મીની ઓળખ આપી છેતરપીંડી કરતી ગેંગ સક્રિય: કર્નલની બદલી થતા ઇકો ગાડી વહેંચવાની હોવાનું કહી ગઠીયાએ યુવાન પાસેથી ઓનલાઈન રૂા. 1.40 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

રાજકોટ,તા. 24
ઓએલએક્સ, ફેસબુક તેમજ ઓનલાઈન શોપીંગ કરવા આર્મીની ઓળખ આપી છેતરપીંડી કરતાં ગઠીયાઓ વિરુધ્ધ અગાઉ સાયબર ક્રાઈમ તેમજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે ત્યારે વધુ એક ગઠીયાએ ગોંડલનાં યુવાનને છેતરપીંડીનો શિકાર બનાવ્યો છે. ફેસબુક આઈડી પર યુવક સાથે વિશ્ર્વાક કેળવી
રૂા. 1.40 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલનાં શ્રીનાથગઢમાં રહેતા તુષારભાઈ પ્રવિણભાઈ ખાખરીયા (પટેલ) (ઉ.30) નામનાં યુવાને ગોંડલ તાલુકા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાજકોટનાં રામદેવ ઇન્ડસ્ટ્રીઝ નામનાં હાર્ડવેરનાં કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. તુષારભાઈ ફેસબુક વાપરતા હોય જેથી વેબસાઈટ પર જાહેરાત આવે છે તે જાહેરાતમાં ઉંચા મોડલની ગાડીઓનુંલીસ્ટ આવેલ હોય જેથી તેનાં ઇકો ગાડી લેવા માટે એક નંબરમાં સંપર્ક કરતાં સામેવાળા શખ્સે જણાવ્યું હતું કે આર્મીનાં કર્નલનાં છોકરાને લેવા મુકવા માટે લીધી હતી તેવું કહેલ અને હવે એ સાહેબની ટ્રાન્સફર થઇ જતાં ગાડી વહેંચી દેવાનીછે. જેથી આર્મીવાળા ખોટુ ન કરે તેવું કહેતા તુષારભાઈને વિશ્ર્વાસ આવી ગયો હતો. ને ગાડી રુબરુ જોવા માટે કહેતા આર્મીનાં નીતિ નિયમો બનાવીને ગેટપાસનાં બહાને પૈસા ભરાવી લીધેલ અને પછી વડોદરા બોલાવતાં ત્યાંનાં આર્મીનાં કેમ્પમાં અને તપાસ કરતાં ત્યાં કોઇ ગાડીનું વેચાણ ન થતું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ આ ગઠીયાએ ગાડી આપવાનાં બહાને અલગ-અલગ એકાઉન્ટમાં રૂા. 1.40 લાખની રોકડ જમા કરાવી છેતરપીંડી કરી હતી. વોટ્સએપમાં આ ઇકો ગાડીનાં ફોટા મોકલેલ તેમાં જીજે 16 બી એન 6576 નંબરની હોવાનું માલુમ પડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ પોલીસ મથકનાં પીએસઆઈ એ.પી. જાડેજા સહિતનાં સ્ટાફે કાર્યવાહી આદરી છે.


Loading...
Advertisement