ધોરાજી વિસ્તારમાં લોકડાઉનના હૂકમના પગલે ચૂસ્ત બંદોબસ્ત: લોકોને બહાર નહીં નિકળવા અપીલ

24 March 2020 02:21 PM
Dhoraji
  • ધોરાજી વિસ્તારમાં લોકડાઉનના હૂકમના પગલે ચૂસ્ત બંદોબસ્ત: લોકોને બહાર નહીં નિકળવા અપીલ
  • ધોરાજી વિસ્તારમાં લોકડાઉનના હૂકમના પગલે ચૂસ્ત બંદોબસ્ત: લોકોને બહાર નહીં નિકળવા અપીલ

દુકાનો બંધ કરાવતા ડીવાયએસપી: કોરોનાની અટકાયતી માટે કડક પગલા

ધોરાજી તા.24
કોરોનાના કહેર સામે ધોરાજી વિસ્તારમાં લોકડાઉનના હુકમના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે તેમજ વેપારીઓને દુકાનો સજજડ બંધ રાખવા ડીવાયએસપી દ્વારા અપીલ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાના કહેરે હાહાકાર મચાવેલ છે. ત્યારે ધોરાજી ખાતે રાત્રે 12 વાગ્યાથી લોક ડાઉનના હુકમને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પોલીસ આરોગ્ય તંત્ર અને અધિકારીઓ દ્વારા નાગરીકોને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ગઈકાલે જેતપુરના ડીવાયએસપી સાગર બાગમારે પોલીસ સાથે ધોરાજીના જુદા જુદા વિસ્તારોમાં ફરેલ અને વેપારીઓને કોરોના અંગે જાણકારી આપી દુકાનો બંધ કરાવેલ અને લોકોને ભીડમાં ન રહેવા સુચનાઓ આપેલ હતી.
કોરોનાના પગલે ધોરાજી વિસ્તારમાં લોકડાઉનની સ્થિતિ છે બજારો દુકાનો બંધ છે અને તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા સુચનાઓ આપવામાં આવે છે.


Loading...
Advertisement