ભાવનગર જિલ્લામાં જાહેરનામા ભંગ કરનાર 21 વ્યકિતઓ સામે ગુનો નોંધાયો

24 March 2020 02:17 PM
Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં જાહેરનામા ભંગ કરનાર 21 વ્યકિતઓ સામે ગુનો નોંધાયો

પોલીસનું સતત ચેકીંગ છતાં લોકો કાયદાને અનુસરતા નથી

ભાવનગર તા.24
કોરોના વાયરસની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા જાહેર આરોગ્યની જાળવણી માટે એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં પણ જિલ્લા કલેકટર દ્વારા કલમ 144 અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આગામી બુધવાર સુધી જિલ્લાને લોકડાઉન કરવામાં આવ્યો છે.
જાહેરનામના ચુસ્ત અમલ માટે પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ ઉપરાંત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર જિલ્લાના 21 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભાવનગર રેન્જમાં આવતા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ 24 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા લોકોને કાયદાનું ચુસ્ત પાલન કરવા તેમજ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરાયો છે.


Loading...
Advertisement