ઉપલેટા પાલિકાનું વર્ષ 2020-21નું 87 કરોડની જોગવાઈનું બજેટ મંજૂર

24 March 2020 02:16 PM
Dhoraji
  • ઉપલેટા પાલિકાનું વર્ષ 2020-21નું 87 કરોડની જોગવાઈનું બજેટ મંજૂર

પાલિકા કચેરી માટે નવા બિલ્ડીંગનું નિર્માણ થશે

ઉપલેટા તા.24
ઉપલેટા નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન હરસુખભાઈ સોજીત્રાના અધ્યક્ષસ્થાને ગઈકાલે તા.23/3ના રોજ યોજવામાં આવેલ કારોબારી સમિતિની મીટીંગમાં રૂા.87 કરોડની જોગવાઈનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું.
બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા વધાર્યા વગર કે નવા કરવેરાનો બોજ નાગરિકો પર લાદયા વગર વર્ષાતે આશરે રૂા.89 લાખની પુરાંત રહેવાનો અંદાજ નકકી કરવામાં આવેલ છે. શડેરના નાગરિકોની જાહેર સુખાકારીની સાથે શહેરના સર્વાંગી વિકાસની ખેવના કરીને છેવાડાનાં વિસ્તારો સુધી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા આયોજન માટે પીવાના પાણીની સુવિધાઓ તથા જાહેર સફાઈ અને સ્વચ્છતા તેમજ રોડ રસ્તાઓને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
આગામી વર્ષમાં સરકારની ગ્રાન્ટમાંથી નલ સે જલ યોજના માટે જોગવાઈ રાખવામાં આવેલ છે તેમજ નગરપાલિકા માટે નવું બિલ્ડીંગ તેમજ 14માં અને 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના આયોજન કરવામાં આવેલ છે.


Loading...
Advertisement