કોરોના વાયરસના કારણે રાજકોટમાં બે પરિવાર વચ્ચે માથાકૂટ : પિતા-પુત્રને છરી ઝીંકાઈ

23 March 2020 05:31 PM
Rajkot Crime
  • કોરોના વાયરસના કારણે રાજકોટમાં બે પરિવાર વચ્ચે માથાકૂટ : પિતા-પુત્રને છરી ઝીંકાઈ

જનતા કરફયુમાં ઘરની બહાર ક્રિકેટ રમવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા: બન્ને શખ્સોની રાત્રે જ ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ,તા. 23
સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં કહેર વચ્ચે દેશભરનાં જનતા કરફ્યુનો સરકારે આદેશ કર્યો છે. તેમજ લોકોને ઘરની અંદર જ રહેવા સુચનાઓ આપવામાં આવી રહી છે. રાજ્યમાં 144ની કલમ લગાડી દેવામાં આવી છે. જનતા કરફયુનું પાલન કરાવવા પોલીસે ગઇકાલે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ગઇકાલે કુવાડવા રોડ ગાંધી સ્મૃતિ સોસાયટીની બાજુમાં આવેલી વલ્લભનગર શેરી નં. 3માં નારણભાઈ કડવાભાઈ પરમાર (ઉ.51) નામના રજપૂત પ્રૌઢે પાડોશીમાં રહેતા પ્રભાબેન ભગવાનજીભાઈ ડોડીયા અને તેમના પુત્રો દિપેશ ડોડીયા તેમજ જીતેન્દ્ર ડોડીયા વિરુધ્ધ મારામારી, ધમકીની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, નારણભાઈ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઇમીટેસનની મજુરી કામ કરે છે. ગઇકાલે જનતા કરફ્યુ હોયતેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સીઆરપીસી કલમ 144 લાગુ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે ગઇકાલે પાડોશીમાં રહેતા દિપે ડોડીયા અને જીતેન્દ્ર ડોડીયા ઘર પાસે મિત્રો સાથે મળી ક્રિકેટ રમતા હોય જેથી તેઓને કોરોના વાયરસને લીધે સરકારે ઘરની બહાર ન નીકળવા બાબતે સમજાવતા હતા ત્યારે દિપેશને ઉશ્કેરાઈને નારણભાઈને માથાના ભાગે બેટ ઝીંકી દીધું હતું. તેમજ તેમના માતા પ્રભાબેને ફડાકા ઝીંકી દીધા હતા તેમજ જીતેન્દ્રએ છરી લઇ આવી નારણભાઈનાં પુત્ર શુભમ (ઉ.27)ને હાથ પર ઝીંકતા ઇજા થઇ હતી. તેમજ તેમને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે શહેરના બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંદવામાં આવતાં એએસઆઈ કે.યુ. વાળા સહિતના સ્ટાફે બે શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. નારણભાઈએ જણાવ્યું હતું કે, આરોપીનાં પિતા માસીયાભાઈ થાય છે.


Loading...
Advertisement