કચ્છમાં વધુ એક કોરોના પોઝીટીવ : અંજારની યુવતીનો રીપોર્ટ બાકી : ડઝનબંધ વ્યકિતઓ કવોરેન્ટાઇન

23 March 2020 02:44 PM
kutch
  • કચ્છમાં વધુ એક કોરોના પોઝીટીવ : અંજારની યુવતીનો રીપોર્ટ બાકી : ડઝનબંધ વ્યકિતઓ કવોરેન્ટાઇન

લખપતની મહિલાના પરિવારજનોને કવોરેન્ટાઇન કરાતા અધિકારીઓ-લોકો વચ્ચે ડખ્ખો

ભૂજ તા.23
ઉમરાહની યાત્રાએથી પરત ફરેલી લખપતની કોરોનાગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલાં 12 જેટલા લોકોને ગત રાત્રે ક્વોરન્ટાઈન માટે લખપતના સરકારી મકાનમાં ખસેડાતાં સ્થાનિક ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
છેવાડાના લખપતમાં સારવાર માટેના સંસાધનો અને તબીબોનો અભાવ છે ત્યારે આ સંભવિત કોરોના વાઇરસના દર્દીઓને કોણ સાચવશે તેવો સવાલ ખડો કરી ગ્રામજનોએ કોરોનાનો ચેપ ફેલાવાની ભીતિ દર્શાવી હતી. જો કે, આ 12 લોકોને માત્ર સાવચેતી ખાતર એકાંતવાસમાં રાખવા અહીં ખસેડાયાં છે અને કોઈ વ્યક્તિમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી તેથી ચિંતા કરવાની જરૂર નથી તેમ કહી મામલતદાર, ટીડીઓ, આરોગ્ય અધિકારીઓ વગેરે તેમનો રોષ શાંત કર્યો હતો. બે કલાક સુધી ગ્રામજનોએ કોઈપણ ભોગે સરકારી મકાનમાં 12 જણને ક્વોરન્ટાઈનમાં રાખવા સામે સખત વિરોધ-વાંધા ઉઠાવ્યાં હતા. સરકારી મકાનને મરાયેલાં તાળાની ચાવીઓ પણ ગુમ થઈ ગઈ હતી. લોકોના ઉગ્ર વાંધા-વિરોધને લઈ ભુજમાં રહેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ અડધી રાતે દરમિયાનગીરી કરવી પડી હતી.
કચ્છમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ
સરહદી કચ્છમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. અંજાર તાલુકાના એક ગામની 29 વર્ષિય યુવતી કે જે વિદેશથી તાજેતરમાં પરત ફરી હતી તેમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો દેખાયાં છે. તેણીના ગળા અને નાસિકાના સ્ત્રાવના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી અપાયાં છે. વધુ એક શંકાસ્પદ દર્દી સાથે કચ્છમાં કોરોનાના કુલ શંકાસ્પદ કેસનો આંકડો 11 પર પહોંચ્યો છે. જે પૈકી નવ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે અને એક મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવેલો છે. અંજારની યુવતીનો રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.


Loading...
Advertisement