જનતા કફર્યુની સાંજે વોટસએપમાં ગરબડી: મેસેજ સેન્ડ- રિસીવ બંધ થયા

23 March 2020 02:14 PM
India Technology
  • જનતા કફર્યુની સાંજે વોટસએપમાં ગરબડી: મેસેજ સેન્ડ- રિસીવ બંધ થયા

ગરબડી માત્ર કેટલાક ભારતીય યુઝર્સને નડી

નવી દિલ્હી તા.23
ગઈકાલે 22 માર્ચે સાંજે 5.15 વાગ્યાથી વોટસએપમાં કેટલાક યુઝર્સનો મેસેજ સેન્ડ રિસીવ ન થતો હોવાની ફરિયાદ ઉઠી હતી, રસપ્રદ બાબત એ હતી કે આ ગરબડનો અનુભવ માત્ર ભારતમાં કેટલાક યુઝર્સને થયો હતો.

ડાઉન ડિરેકટરના રિપોર્ટ મુજબ વોટસએપમાં 22 માર્ચની સાંજે 5.28 વાગ્યાથી ફરિયાદો શરુ થઈ ગઈ હતી. કેટલાક યુઝર્સે વોટસએપ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. યુઝર્સના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ વોટસએપમાં મેસેજ એન્ડ રિસીવ પુરેપુરા બંધ થઈ ગયા હતા.આ ફરિયાદ વોટસએપ ઓડીયો અને વિડીયો કોલીંગમાં પણ થઈ હતી. ડાઉન ડિરેકટર મેપના અનુસાર આ ગરબડી માત્ર ભારતીય યુઝર્સને નડી હતી.


Loading...
Advertisement