રાજકોટમાં ૯૦૦ લોકો કવોરન્ટાઈનમાં : આજે દિલ્હી રાજકોટ એર ઇન્ડિયાની ફલાઇટમાં અમેરિકા - ઓસ્ટ્રેલિયા થી બે લોકો આવ્યા

22 March 2020 10:55 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં ૯૦૦ લોકો કવોરન્ટાઈનમાં : આજે દિલ્હી રાજકોટ એર ઇન્ડિયાની ફલાઇટમાં અમેરિકા - ઓસ્ટ્રેલિયા થી બે લોકો આવ્યા
  • રાજકોટમાં ૯૦૦ લોકો કવોરન્ટાઈનમાં : આજે દિલ્હી રાજકોટ એર ઇન્ડિયાની ફલાઇટમાં અમેરિકા - ઓસ્ટ્રેલિયા થી બે લોકો આવ્યા

ગુજરાતમાં કવોરન્ટાઈનમાંથી બહાર આવનાર ૧૦ સામે ગુનો નોંધાયો

રાજકોટમાં દુબઈ, અમેરિકા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ એમ વિદેશથી આવતા ૯૦૦ જેટલા લોકોને હોમ કવોરન્ટાઈનમાં રખાયા છે. તેઓ જે તારીખે રાજકોટ આવ્યા હોય ત્યાર થી ૧૪ દિવસ સુધી ફરજીયાત, કોરોના ના કોઈ લક્ષણ હોય કે નહિ સેલ્ફ કવોરન્ટાઈનમાં ઘરે રહેવાનું હોય છે.

દરેક વોર્ડમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના પેરા મેડિકલ તથા મેડિકલ ટીમ આ તમામ લોકોના સંપર્કમાં રહે છે. તેઓ ૧૪ દિવસ સુધી ઘર બહાર નથી આવવાનું રહેતું.

તે દરમ્યાન આજે દિલ્હી રાજકોટની એર ઇન્ડિયા ની ફલાઇટમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા થી આવેલા બે વ્યક્તિ આવ્યા હતા જેઓ ના હાથમાં સ્ટેમ્પ હતા અને તેઓને ૧૪ દિવસ સેલ્ફ કવોરન્ટાઈનમાં રખાયા છે.

હોમ (સેલ્ફ) કવોરન્ટાઈન એટલે શું, અને ૧૪ દિવસ શા માટે ?

લક્ષણ હોય કે નહિ, વિદેશથી આવેલ વ્યક્તિને જે દિવસે પોતાના નિવાસસ્થાને પહોંચે તે ૧૪ દિવસ માટે કોઈને મળે નહિ અને ઘર બહાર ન નીકળે.

આનું કારણ કે કોરોના વાયરસ ૨ થી ૧૪ દિવસ વચ્ચે ક્યારે પણ સંક્રમિત થઈ શકે. તે માટે સેલ્ફ (હોમ) કવોરન્ટાઈનમાં રખાયા હોય છે.

સેલ્ફ (હોમ) કવોરન્ટાઈનમાં ઘરે થી બહાર આવેલા વ્યક્તિ સામે ગુનો નોંધાય છે. અત્યાર સુધી ગુજરાતમાં૧૦ લોકો સામે આ અંગે ગુનો નોંધાયો છે.


Loading...
Advertisement