રાજકોટમાં કોરોનાના પાંચ કેસ નેગેટિવ, પણ તેમાંથી એક બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ

22 March 2020 10:26 PM
Rajkot
  • રાજકોટમાં કોરોનાના પાંચ કેસ નેગેટિવ, પણ તેમાંથી એક બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ

દુબઈથી આવેલ એક વ્યક્તિનો સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયો : આઈસોલેશન વોર્ડમાં દાખલ

રાજકોટ : રાજ્યમાં કુલ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના ના ૫ કેસ ને નેગેટિવ રિપોર્ટ આવ્યા.
પરંતુ તે પાંચ વ્યક્તિઓમાં થી એક બે વર્ષીય બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
આ ઉપરાંત દુબઈ થી અમદાવાદ થી રાજકોટ આવેલ એક વ્યક્તિ ને કોરોના લક્ષણો લાગતા ઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા છે, સેમ્પલ લેબ માં મોકલ્યા છે.


Loading...
Advertisement