ગુજરાતમાં કોરોનાના પ્રથમ ભોગ બનનાર હિરાના વેપારીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી

22 March 2020 04:27 PM
Surat Gujarat
  • ગુજરાતમાં કોરોનાના પ્રથમ ભોગ બનનાર હિરાના વેપારીની કોઇ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી

રાજ્યમાં કોરોનાનું પ્રથમ મૃત્યુ સામાજિક ચેપના કારણે નોંધાયું હોવાનું આશંકા : તપાસ થશે: જોકે તેઓએ ગુજરાત અને દેશમાં દિલ્હી, જયપુરનો પ્રવાસ કર્યો હતો : કોઇ વિદેશી સાથે સંપર્કમાં આવ્યા હોય અથવા તો પ્રવાસ સમયે કે હોટલમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સુરતના 67 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયુ છે તે રાજ્યનો પ્રથમ કેસ છે કોરોના વાયરસનો ચેપ વિદેશથી આવનાર વ્યકિતઓને વધુ લાગ્યા છે. પરંતુ આજે વૃદ્ધે આખરી શ્વાસ લીધો તેને વિદેશ સાથે કંઇ લાગતુ વળગતુ ન હતું.

આ વૃદ્ધ ગુજરાતના કેટલાક સ્થળે ફરવા ગયા હતા અને બાદમાં દિલ્હી અને જયપુર થઇને પરત આવ્યા હતા. આમ કોઇ વિદેશી સંપર્ક વગર જ તેઓને જે કોરોના ચેપ લાગ્યો છે અને મૃત્યુ થયુ છે તે ચોંકાવનારૂ છે અને માનવામાં આવે છે કે તેમનાા પ્રવાસ દરમ્યાન કોઇ વિદેશી સાથે સંપર્કમાં આવ્યા હોય અથવા તો તેઓએ જે વાહનોમાં એટલે કે ટ્રેન, બસ કે ટેકસીમાં મુસાફરી કરી હોય અથવા તેઓ હોટલમાં ઉતર્યા હોય ત્યાં તેનો રૂમમાં અગાઉ કોઇ વિદેશી વ્યકિત રહી ગયા હોય તેવી શકયતા ચકાસાઇ રહી છે.

હવે વાયરસનો ચેપ કયાંથી લાગ્યો તે અંગે વ્યાપક તપાસ થશે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અગાઉથી મેળવી લેવાઇ છે. જોકે તેમાં કેટલુ ચોકકસ જાણી શકાશે તે પણ પ્રશ્ન છે. આ વૃદ્ધને કિડની ફેઇલ થવાથી તથા ડાયાબીટીસ હોવાથી તેનું મૃત્યુ થયુ હોય તેમ માનવામાં આવે છે.


Loading...
Advertisement