ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત : સુરતના વૃઘ્ધે દમ તોડયો

22 March 2020 03:36 PM
Surat Gujarat
  • ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત : સુરતના વૃઘ્ધે દમ તોડયો

67 વર્ષીય વૃઘ્ધ દિલ્હી તથા જયપુરની ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા

કોરોના પોઝીટીવથી સારવાર હેઠળ રહેલા સુરતના અઠવા લાઇન્સ વિસ્તારના 67 વર્ષીય વૃઘ્ધનું આજે મોત નિપજયું છે. કોરોનાનો રિપોર્ટ આવ્યો તે પૂર્વે તેઓને કિડનીની બીમારી પણ હતી અને અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.

છેલ્લા ચાર દિવસથી કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં હતા. આજે બપોરે દમ તોડયો હતો. 67 વર્ષીય વૃઘ્ધ દિલ્હી તથા જયપુરની ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા હતા.


Loading...
Advertisement