વધુ એક ભાગીદારીનો સમય: મોદીએ કૈફ, યુવરાજસિંહને બિરદાવ્યા

21 March 2020 06:23 PM
Sports
  • વધુ એક ભાગીદારીનો સમય: મોદીએ કૈફ, યુવરાજસિંહને બિરદાવ્યા

જનતા કફર્યુનું સમર્થન કરવા ક્રિકેટરોએ અપીલ કરી હતી

કોરોના વાયરસની મહામારી સામે લડવા ‘જનતા કરફયુ’ પાળવા અપીલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટરો મોહમ્મદ કેફ અને યુવરાજસિંહને બિરદાવ્યા હતા. મોદીએ ટિવટ કરી જણાવ્યું હતું કે બે શ્રેષ્ઠ ક્રિકેટરોની ભાગીદારી આપણે હંમેશ યાદ રાખીશું. તેમણે કહ્યું એ મુજબ આ ભાગીદારીનો સમય છે. આ વખતે કોરોના વાયરસ સામેની ડાઈમાં આખું ભારત ભાગીદાર હશે.
મોદીએ 22 માર્ચે રવિવારે જનતા કરફયુની અપીલકર્યા પછી જુદા જુદા ક્ષેત્રોની સેલીબ્રીટીઓએ વડાપ્રધાનની અપીલનું સમર્થન કર્યું હતું.


Loading...
Advertisement