આઈસોલેશનમાં લોકો ફૂટબોલને બદલે રમે છે ટોઇલેટ પેપર ચેલેન્જ

21 March 2020 05:23 PM
Sports World
  • આઈસોલેશનમાં લોકો ફૂટબોલને બદલે રમે છે ટોઇલેટ પેપર ચેલેન્જ

કોરોના વાઈરસના રોગચાળાની અસર બજાર, પર્યટન, ટ્રાન્સપોર્ટ, એન્ટરેઇનમેન્ટ ઇવેન્ટસ સ્પોર્ટસની ઇવેન્ટ્સ પર પણ પડી છે. ફૂટબોલ અને ક્રિકેટ જેવી 13 સ્પોર્ટસની 70થી વધારે ટુર્નામેન્ટ્સ રદ કરવામાં આવી છે. ચીન, ઇટલી, સ્પેન અને અમેરિકા સહિત અનેક દેશોમાં ખેલાડીઓ ઘરમાં ગોંધાઈ રહેવા મજબૂત બન્યા છે. આઈસોલેશનમાં પડેલા સ્પેનનાં ખેલાડીઓ હવે ટોઇલેટ પેપર ચેલેન્જ લઇ રહ્યા છે. ટોઇલેટ પેપર ચેલેન્જ લેનારાઓમાં એફ.સી. બાર્સેલોના અને રિયલ મેડ્રીડ જેવી ક્લબના ખેલાડીઓનો પણ સમાવેશ છે.


Loading...
Advertisement