સાંજે સમાજશાસ્ત્રનું પેપર લેવાની સાથે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા વિધીવત રીતે પૂર્ણ: કંટ્રોલ રૂમનો સંકેલો

21 March 2020 04:41 PM
Rajkot Education Saurashtra
  • સાંજે સમાજશાસ્ત્રનું પેપર લેવાની સાથે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા વિધીવત રીતે પૂર્ણ: કંટ્રોલ રૂમનો સંકેલો

પરીક્ષા દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ગેરરીતીના છ કિસ્સા

રાજકોટ તા.21
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.5થી પ્રારંભ થયેલી પરીક્ષા આજે સાંજે ધો.12 સામાન્ય પ્રવાહનું સમાજ શાસ્ત્રનું પેપર લેવાવાની સાથે વિધીવત રીતે પૂણ થનાર છે.

તેની સાથે જ કરણસિંહજી હાઈસ્કુલમાં આ પરીક્ષા સંદર્ભે ધમધમતા કંટ્રોલ રૂમનો પણ સંકેલો થશે. આ પરીક્ષા દરમિયાન આજે સવારના ધો.12 સામાન્ય પ્રવાહનું રાજય શાસ્ત્રનું પેપર લેવામાં આવેલ હતું.

જેમાં રાજકોટ શહેર-જીલ્લામાં પરીક્ષા કેન્દ્રો પરથી 54 જેટલા વિદ્યાર્થીએ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી. જયારે બે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. બપોરથી પરીક્ષા કેન્દ્રો પર સમાજ શાસ્ત્રનું પેપર લેવામાં આવી રહ્યું છે. આ પરીક્ષાના અંતિમ દિવસે કોરોનાના વાયરસ સંદર્ભે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને બે બે મીટર દુર બેસાડવામાં આવેલ હતા. રાજકોટ શહેર-જિલ્લામાં બોર્ડની આ પરીક્ષા દરમ્યાન ગેરરીતિના છ જેટલા કિસ્સા નોંધાયા હતા.

જેમાં ધો.12માં ચાર અને ધો.10માં બે ગેરરીતિના કિસ્સા બનેલ હતા જેમાં બે ડમી પકડાયા હતા. બોર્ડની આ પરીક્ષા વિધીવત રીતે પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે આ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોએ પણ રાહતનો દમ લીધો છે.


Loading...
Advertisement