કોટા રામસ્વામીનું નામ સાંભળ્યું છે ? બે અલગ-અલગ રમતમાં દેશનું પ્રતિનિધિત્વ

21 March 2020 01:09 PM
India Sports
  • કોટા રામસ્વામીનું નામ સાંભળ્યું છે ? બે અલગ-અલગ રમતમાં દેશનું પ્રતિનિધિત્વ
  • કોટા રામસ્વામીનું નામ સાંભળ્યું છે ? બે અલગ-અલગ રમતમાં દેશનું પ્રતિનિધિત્વ

કેટ જગતમાં કેટલાક એવા ઉદાહરણ છે જેઓએ ક્રિકેટની સાથોસાથ પોતાના દેશ માટે અન્ય રમતમાં પણ પ્રતિનિધિત્વ કરેલું છે. દક્ષિણ આફ્રિકાના જોન્ટી રહોડઝ ક્રિકેટ ઉપરાંત હોકીમાં પણ તેમનુ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. ભારતના પ્રખ્યાત લેગ સ્પીનર યજુવેન્દ્ર ચહલ ભારત દેશ માટે ચેસ ટીમમાં પણ રહી ચુક્યા છે જે હુ ઓછા લોકો જાણે છે. ઓસ્ટ્રેલીયન મહિલા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર એલીસ પેરી 2007મા ફક્ત 17 વર્ષની ઉંમરે દેશ માટે ક્રિકેટ રમ્યા તો એક જ વર્ષ પછી 2008ના ઓસ્ટ્રેલીયન ફુટબોલ ટીમ મા્ટે પણ રમ્યા હતા. બે અલગ અલગ રમતમા સર્વોચ્ચ કક્ષાએ દેશ માટે રમવું તે ખરેખર બહુ મોટી ઉપલબ્ધી અને સમ્માનજનક વાત છે. અને આમ જોઇએ તો આવુ ઘણા લોકો રમતવિર કરી શક્યા છે.

ઇયાન બોથમ અને માઈક ગેટીંગ સારા ક્રિકેટર હોવા ઉપરાંત ખૂબ સારા ફુટબોલર પણ હતા. જો કે તેઓ ઇંગ્લેન્ડ માટે ફુટબોલ નથી રમ્યા પણ ક્લબ લેવલ પર ખુબ જ સધ્ધર શ્રેણીના ફુટબોલર રહ્યા છે પણ આ બધી વાત વચ્ચે ઓગણીસમી સદીના ભારતના એક ક્રિકેટરની વાત કરવી છે જે એક રમતમાં પણ દેશ માટે રમ્યા હતા.
દક્ષિણ ભારતીય ક્રિકેટના જેમને ભીષ્મ માનવામાં આવે છે તેવા બુચી બાબુ નાયડુ (કે જેમના નામે એક ટુર્નામેન્ટ પણ રમાય છે)ના સૌથી નાના પુત્રનું નામ હતુ કોટા રામાસ્વામી. કેમ્બ્રીજમાં ભણેલા કોટા રામાસ્વામીની નાનપણથી જ ક્રિકેટ અને ટેનીસ જેવી રમતમાં રસ ધરાવતા હતા. ભારત જ્યારે સૌપ્રથમ વખત 1936માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમેચ રમવા ઉતર્યું, ત્યારે એ ટીમમાં કર્નલ સી.કે. નાયડુની કેપ્ટનશીપમાં કોટા રામાસ્વામી પણ સામેલ હતા. જોવાની વાત એ છે કે પ્રથમ ટેસ્ટ મેચ રમતી વખતે તેમની ઉંમર 40 વર્ષની હતી.

શ્રેષ્ઠ ક્રિકેટ રમવાની ઉંમર પાર કરી ગયા હોવા છતાં કોટા રામાસ્વામીએ પ્રથમ ઇનીંગમાં 40 અને બીજી ઇનીંગમાં 60 રન કર્યા હતા. ફક્ત બે જ ટેસ્ટ મેચ રમેલા કોટા રામાસ્વામીની બેટીંગ એવરેજ 56 રનની છે. પણ આ તો થઇ ક્રિકેટની વાત. દેશ માટે ક્રિકેટ રમ્યા પહેલા લગભગ 14-15 વર્ષ અગાઉ કોટા રામાસ્વામી ભારત માટે ડેવીસ કપ રમ્યા હતા. ડો. ફૈઝી સાથે રમવા ઉતરતા કોટા રામાસ્વામી ડબલ્સના જબરજસ્ત ખેલાડી હતી. આગળ જતા તેઅઙે 1923માં વિમ્બલ્ડન પણ રમ્યા હતા. એ જ વર્ષે સાઉથ ઇંગ્લેન્ડ ચેમ્પીયનશીપમાં તેઓ ટેનીસ સિંગલ્સના વિજેતા પણ રહ્યા હતા. જે ઝમાનામાં કોઇ એક સ્પોર્ટમાં પણ મહેનત કરીને રમવું એટલું સરળ નહોતુ એ સમયના બે સાવ અલગ રમતમાં દેશ માટે રમવુ અને સફળતાપૂર્વક રમવુ એ ઘણી આશ્ર્ચર્યની અને સાથોસાથ ગૌરવની વાત છે. આ ઉપરાંત આપણે આવા સ્પોર્ટ આઈકોન વિષે બહુ જાણતા નથી એ પણ એટલી જ ખેદજનક વાત છે.

પાછલા વર્ષોમાં તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર અને મેનેજર તરીકે પણ સેવા આપી હતી. આ આખી ફેરી ટેઇલ વાર્તાનો અંત પણ એટલો જ ટ્રેજીક અને ચોંકાવનારો છે. કોટા રામાસ્વામી 15 ઓક્ટોબર 1985મા પોતાના ઘરેથી નીકળ્યા પછી કોઇ દિવસ પાછા ન ફર્યા. કોઇને પણ ખબર નથી કે એ પછી તેમની સાથે શું થયું. વિઝડને પણ 1988મા કોટા રામાસ્વામી વિશે ઙયિતફળયમ મયફમનું સ્ટેટસ રાખ્યું હતું. જો કે, અમૂક લોકો એ કોટા રામાસ્વામીને જોયા હોવાના દાવા સાથે આ સ્ટેટસ પછીથી હટાવી દેવાયું હતું. જો કે ખાત્રી સાથે કોઇ કહી શક્યું નથી કે ભારતના આ સફળ સ્પોર્ટસમેનનું મૃત્યુ ક્યારે થયું, ક્યા થયુ, કઇ રીતે થયું ? દેશ માટે સર્વપ્રથમ વખત બે જુદી જુદી રમતમાં પોતાનુ કૌવત સિધ્ધ કરનાર કોટા રામાસ્વામીનું જીવન જેટલુ પ્રેરણાદાયી છે એટલું જ એમનું ગાયબ થઇ જવું હેરાન કરી મૂકનારુ અને દુ:ખદ છે.


Loading...
Advertisement