કોરોના ટેસ્ટિંગની નવી ટેકનોલોજી

21 March 2020 12:54 PM
Technology World
  • કોરોના ટેસ્ટિંગની નવી ટેકનોલોજી

કોરોના વાઈરસના સંસર્ગ અને બીમારી સંબંધી તપાસ માટે દુનિયાના વિવિધ દેશોએ સંશોધન કરીને ટેકનોલોજી વિકસાવી છે. ઇઝરાયલની રાજધાની તેલ અવિવના હયાર્કોન પાર્કના પોતાના વાહનમાં આવતા લોકો દરવાજે તેમના મોબાઈલ ફોનમાંનો ક્યુઆર કોડ બતાવીને સાથે પોતાની કોરોનાના તાવની તપાસ પણ કરાવે છે.

ઇઝરાયલમાં આ પ્રકારની જોગવાઈ અન્ય શહેરોના કોમ્પ્લેક્સમાં પણ કરવામાં આવશે. બીજી તસવીરમાં સિગાપોરમાં વ્યક્તિ કોરોનાના રોગીઓના સંસર્ગમાં આવી છે કે નહીં એની તપાસ કરતી એપ મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે. ગવર્નમેન્ટ ટેકનોલોજી એજન્સીએ સરકારના આરોગ્ય મંત્રાલયનાં સહયોગમાં ડેવલપ કરેલી મોબાઈલ-એપ બ્યુટ્રુથ ટેકનોલોજી પર આધારિત છે.

કોરોના વાયરસના ક્નફર્મ કેસરુપે નોંધાયેલી વ્યક્તિઓનાં નિકટના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ વિશે ઉક્ત મોબાઈલ-એપ વડે માહિતી મળે છે. એ અદ્યતન એપ ગઇકાલે લોન્ચ કરવામાં આવી હતી.


Loading...
Advertisement