ઈન્ટરનેટ પર દબાણ ઘટાડવા નેટફલીકસ, યુ-ટયુબે રિઝોલ્યુશન ઓછું કર્યું

21 March 2020 12:22 PM
India Technology
  • ઈન્ટરનેટ પર દબાણ ઘટાડવા નેટફલીકસ, યુ-ટયુબે રિઝોલ્યુશન ઓછું કર્યું

ઘરમાં પુરાઈ રહેલા કરોડો લોકો માટે રાહતનું પગલું

લંડન તા.21
ઈન્ટરનેટ પરનું દબાણ હળવુ કરવા મેટફિલકસ અને યુટયુબ ડિફોલ્ટ ઈમેજ કવોલીટી ઘટાડશે.

કોરોના વાયરસના ડરથી ઘરમાં પુરાયેલા કરોડો લોકો સમય પસાર કરવા ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. ઈયુના ડિજીટલ ઈકોનોમી કમિશ્નરે ઈન્ટરનેટ જાયન્ટસને ફાઈલ સાઈઝ ઘટાડવા કોઈ ડેફીનિશનમાંથી અગાઉની સ્ટાન્ડર્ડ ડેફીનિશન તરત વધવા જણાવ્યું હતું.

એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ નેટફિલકસ તેમજ ગુગલની વિડીયો શેરીંગ સર્વિસ યુટયુબે આ સૂચનાનું પાલન કરવા સંમતી આપી છે.


Loading...
Advertisement