રાજકોટ-સૌરાષ્ટ્ર અને મુંબઇ-મહારાષ્ટ્ર વચ્ચે કાલથી 31 માર્ચ સુધી તમામ લકઝરી બસ બંધ રહેશે

20 March 2020 11:37 PM
Rajkot Travel
  • રાજકોટ-સૌરાષ્ટ્ર અને મુંબઇ-મહારાષ્ટ્ર વચ્ચે કાલથી 31 માર્ચ સુધી તમામ લકઝરી બસ બંધ રહેશે
  • રાજકોટ-સૌરાષ્ટ્ર અને મુંબઇ-મહારાષ્ટ્ર વચ્ચે કાલથી 31 માર્ચ સુધી તમામ લકઝરી બસ બંધ રહેશે

રાજકોટ ટ્રાવેલ્સ અને ડેઇલી સર્વિસ એસોસીએશનનો નિર્ણય

રાજકોટ, તા. ર0
રાજકોટ ટ્રાવેલ્સ અને ડેઇલી સર્વિસ એસોસીએશનની શહેરની ઇગલ ટ્રાવેલ્સની ઓફિસ પર આજરોજ મીટીંગ યોજાઇ હતી. ભારતમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌથી વધુ પોઝીટીવ કેસો નોંધાયા છે ત્યારે આ એસોસીએશનએ નિર્ણય કર્યો છે કે ર1 માર્ચ ર0ર0 થી 31 માર્ચ ર0ર0 સુધી રાજકોટ અને મહારાષ્ટ્ર વચ્ચે તમામ લકઝરી બસ સેવાઓ બંધ રહેશે. આ ઉપરાંત તમામ બસ સેવાઓ જે મહારાષ્ટ્ર-મુંબઇના રૂટથી અન્ય કોઇ સ્થળે જતી હોય તે પણ બંધ રહેશે. યાત્રીઓને ખાસ નોંધ લેવા રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ એસોસીએશનના પ્રમુખ દશરથસિંહ વાળા તથા હારૂનભાઇ, મુન્નાભાઇ, સહમંત્રી ભાવેશભાઇ, સેક્રેટરી સિદ્ધરાજભાઇ તથા હાર્દિકભાઇ અને દિનેશભાઇએ જણાવ્યું છે. જોકે કાર્ગો સેવા ચાલુ રહેશે.


Loading...
Advertisement