મનાઈ હોવા છતાં દુકાન ખુલી રાખનારા 16 દુકાનદારો સામે કેસ નોંધાયો

20 March 2020 06:35 PM
India
  • મનાઈ હોવા છતાં દુકાન ખુલી રાખનારા 16 દુકાનદારો સામે કેસ નોંધાયો

ગુનો સાબીત થયે 6 મહિના જેલ થશે

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે. એમાંય રાજયના પુણે અને આવેલા પીંપરીમાં બીમારી વધુ ફેલાઈ છે. પૂણેના સતાવાળાઓએ નિયમોનું પાલન ન કરનારા દુકાનદારો સામે સખ્તાઈથી કાર્યવાહી કરી 16 દુકાનદારો સામે એફઆઈઆર નોંધી છે.
આ દુકાનદારો સામે આક્ષેપ છે કે મહામારીના પ્રકોપથી બચવા ઓથોરીટી તરફથી દુકાન બંધ રાખવા આદેશ હોવા છતાં તેમણે ખુલ્લી રાખી હતી.
પોલીસે આ તમામ દુકાનદારો સામે આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો છે. આકલમ હેઠળ દુકાનદારોને 6 મહિનાની જેલ અને 1000 રૂપિયાના દંડ અથવા બન્ને સજાની જોગવાઈ છે.


Loading...
Advertisement