કોરોનાના માહોલમાં ઓલિમ્પિકની તૈયારી! આ તે કેવી મજાક!: પી.કશ્યપનો વ્યંગ

20 March 2020 06:20 PM
Sports
  • કોરોનાના માહોલમાં ઓલિમ્પિકની તૈયારી! આ તે કેવી મજાક!: પી.કશ્યપનો વ્યંગ

ખેલાડીઓને ટોકયો ઓલિમ્પિકનો અભ્યાસ ચાલુ રાખવા સંબંધી આઈઓસીના નિવેદનની ટીકા

કોરોના વાઈરસની દહેશતના કારણે વિશ્ર્વની સ્પોર્ટસ ઈવેન્ટસ સ્થગીત થઈ ગઈ છે ત્યારે ટોકયો ઓલિમ્પિક અંગે કોઈ ફાઈનલ નિર્ણય નથી લેવાયો ત્યારે આઈઓસીના ખેલાડીયોને ટોકયો ઓલિમ્પિક રમતોની તૈયાર ચાલુ રાખવા પ્રોત્સાહન સંબંધી બયાનને શટલર યારુપલ્લી કશ્યપે મજાક ગણાવી જણાવ્યું હતું કે આનો કોઈ મતલબ નથી જયારે સરકારે જ કોવિડ-19ના કારણે બધાજ અભ્યાસ કેન્દ્રો બંધ કર્યા છે.
ભારતીય બેડમીન્ટન ટીમના હેડ કોચ ગોપીચંદ પણ ઓલિમ્પિકસને ચાલુ રાખવાના વિચાર સાથે જરાપણ સહમત નથી, અને તેમણે તેને સ્થગીત કરવાની માંગ કરી છે. પી.કશ્યપે ટવીટમાં જણાવ્યું છે કે આઈઓસી અમને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહીત કરી રહી છે પણ કેવી રીતે? કયાં અભ્યાસ કરીએ! આપ મજાક તો નથી કરતાને?
ઉલ્લેખનીય છે કે પી.કશ્યપ બમિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પીયનશીપમાં ભાગ લીધા બાદ પરત ફર્યા છે અને તેમણે ખુદને અલગ-અલગ રાખ્યા છે.
ભારતીય બેડમિન્ટન ટીમના હેડ કોચ ગોપીચંદનું માનવું છે કે દુનિયા હજુ કોરોનાનો સામનો કરી રહી છે ત્યારે તેને લઈને ટોકયો ઓલિમ્પિક સ્થગીત કરી દેવી જોઈએ. આઈઓસીએ હવે નિર્ણય કરવો પડશે જેથી દરેક રાહતનો શ્ર્વાસ લઈ શકે.


Loading...
Advertisement