યુવા વયના પણ કોરોનાથી સુરક્ષિત નથી: અમેરિકી અભ્યાસ

20 March 2020 06:09 PM
India Woman
  • યુવા વયના પણ કોરોનાથી સુરક્ષિત નથી: અમેરિકી અભ્યાસ
  • યુવા વયના પણ કોરોનાથી સુરક્ષિત નથી: અમેરિકી અભ્યાસ

ટ્રમ્પના દેશમાં 19થી નીચેની વયની એક વ્યક્તિનું પણ મોત થયું નથી, પણ 21થી39 વયના હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાં તેમનું પ્રમાણ 32% : ભારતમાં યુવાનોમાં પણ ડાયાબીટીસ, બીપીની બીમારી પહેલેથી જ હોઈ, કોરાનાનો ચેપ લાગવાનું જોખમ વધુ

કોરોના વાયરસથી ગંભીર બિમારી અને મૃત્યુનું જોખમ ઓછું છે, પણ યુવાનો હોસ્પિટલમાં સારવાર કરવી પહેતેવી આ બીમારીથી મુક્ત નથી. અમેરિકામાં નોંધાયેલા 2500 કેસોના ડેટાના વિશ્ર્લેષણમાં આ વાત સામે આવી છે.
યુએસ સેન્ટર ફોરડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જારી અભ્યાસના પરિણામો ચીનમાં કોવિડ-19ના મૃત્યુ દર જેવા જ છે. ચીનમાં યુવાનોની સરખામણીએ વૃદ્ધોમાં મૃત્યુદર 10 ગણો હતો.
અમેરિકાએ જાહેર કર્યું છે કે દેશમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા 10,000ના આંકને વટાવી ગઈ છે.
આ ડેટા ભારત માટે પણ પ્રસ્તુત છે. આપણા દેશમાં પણ નોંધાયેલા કેસોમાં યુવાન પુખ્તોની સંખ્યા વધુ છે. ભારતમાં નોંધાયેલા તમામ 4 મૃત્યુ 60 વર્ષની ઉપરની વયના લોકો છે.
ઉદાહરણ તરીકે કોરોનાના 11 કેસોમાંથી માત્ર એક જ કેસમાં દર્દી 65 વર્ષથી ઉપરનો હતો, અને રાજયમાં પહેલું મરણ હતું. અન્ય ત્રણની વય જાણી શકાઈ નથી.
આમાં નવાઈ નથી. ભારતમાં યુવાનોને ચેપ લાગે તેવું જોખમ અમેરિકા અને અન્ય દેશો કરતાં વધુ છે, કેમકે ઘણાં યુવાનોને હાઈપરટેન્શન, ડાયાબીટીસ અને અન્ય સહબીમારીઓ વધુ હોય છે.
ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈએમસીઆર)ના પુર્વ ડિરેકટર-જનરલ ડો. એન.કે.ગાંગુલીના જણાવ્યા મુજબ આવી પુર્વ બીમારીવાળા લોકોમાં કોમ્પ્લીકેશન્સનું જોખમ સૌથી ઉંચુ હોય છે.
ટ્રાન્સનેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઈન્સ્ટીટયુટના ડિરેકટર ગંગદીપ કાંગના જણાવ્યા મુજબ સારું ચિત્ર મેળવવા આપણે સીવિયર એકયુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમના તમામ કેસોનું ટેસ્ટીંગ શરૂ કરવું જોઈએ. એ માટે નવા સર્વેલન્સ મિકેનીઝમની જરૂર નથી અને તરત શરુ કરી શકાય છે. એ પછી આપણે તાવ, કફ અને શ્ર્વસનસંબંધી મુશ્કેલીઓ ધરાવતા લોકોના ટેસ્ટ કરવા જોઈએ જેથી સતાનપણે જાહેર આરોગ્ય માટે નિર્ણય લઈ શકાય.
આગાહી અને તૈયાર કરવા ભારતમાં ઘણાં વધુ ડેટા જોઈએ. સરકાર કદાચ એ કરતી હશે, પણ આપણને તેની ખબર નથી.
અમેરિકાના અભ્યાસમાં જણાવ્યું છે કે વયની સાથે હોસ્પિટલે દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. 9 વર્ષથી નીચેની વયના 3% દર્દીઓથી માંડી 85 થી વધુની વયના 31% ને હોસ્પિટલમાં દલખલ કરાયા હતા. 19 વર્ષથી નીચેની એક પણ વ્યક્તિ કોરોનાથી મરી નથી, પણ હોસ્પીટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાં તેમની સંખ્યા 20% અનેઆઈસીયુ એડમીશનમાં 12% હતી.
ગાંગુલી કહે છે કે યુવાનોને પણ જો હોસ્પિટલે દાખલ કરવામાં આવતા હોય તો કોઈ ચિહનો ન ધરાવતા ઘણાં તેમની આસપાસના વૃદ્ધજનોને ચેપ લગાડતા હશે. ભારત જેવા દેશમાં ચેપનું જોખમ વધુ છે, અને આઈસોલેશન અને હોમ કવોટન્ટાઈન થતું નથી.
દરમિયાન સરેરાશ 7 વર્ષના 2143 બાળદર્દીઓના અભ્યાસમાં જણાવ્યું હતું કે ગણ્યાગાંઠયા બાળકો અને ટીનેજર્સ (0-19 વર્ષ)ને તાવ, કફ અને સામાન્ય શ્ર્વસન બીમારીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને કુલ મૃત્યુમાં તેમનું પ્રમાણ માત્ર 0.1% હતું.
કુલ મૃત્યુમાં યંગ એડલ્ટ (20-30 વર્ષ)નું પ્રમાણ કુલ મૃત્યુમાં 2.5% હતું અને 0-10 વયજૂથમાં કોઈ મૃત્યુ નોંધાયું નહોતું. 10-19 વયજૂથમાંમાત્ર એક મોત થયું હતું.


Loading...
Advertisement