બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝીટીવ: ભારત આવ્યા બાદ બે આલીશાન પાર્ટી પણ કરી હતી

20 March 2020 04:26 PM
Entertainment India
  • બોલીવુડ સિંગર કનિકા કપૂરને કોરોના પોઝીટીવ: ભારત આવ્યા બાદ બે આલીશાન પાર્ટી પણ કરી હતી

ઉત્તરપ્રદેશના આરોગ્ય પ્રધાન સહિત રાજકીય નેતાઓ સહિત 500 થી વધુ લોકોના સંપર્કમાં આવ્યાનો ધડાકો: તમામના શ્વાસ અધ્ધર; આરોગ્ય તંત્ર ઉંધામાથે

રાજકોટ, તા. 20
બોલીવુડની પ્રખ્યાત પ્લે બેક સિંગર કનિકા કપુરને કોરોના પોઝીટીવ આવ્યો છે. કનિકા એરપોર્ટ પર કોઈ પણ પ્રકારે બચીને નિક્ળી ગઈ હતી જે ઈમારતમાં તેમનો પરિવાર રહે છે. હવે તે તમામ સદસ્ય ભયમાં છે. બોલીવુડની એક વિખ્યાત પ્લે બેક સિંગર કનિકા કપુર કોરોના પોઝીટીવ હોવાની જાણ થયેલ છે.

કનિકા કપુર 15 માર્ચના લંડનથી લખનવ આવી હતી વધુ બાતમી મુજબ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફની મીલીભગતને કારણે વોશરૂમમાં છુપાઈ નિકળી ભાગી ગઈ હતી. કનિકાએ રવિવારના લખઉના ગેલેટ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી આયોજીત કરાય હતી જેમા લખનઉના તમામ મોટા અધિકારીઓ અને ઘણા નેતા જોડાયા હતા. આ ઘટના સામે આવતા આખા એપાર્ટમેન્ટમાં હાહાકાર મચી ગયો છે.

ઘણા બધા ડરી ગયા છે નોકરી અને પાર્ટી કેટરરને તમામ કર્મચારીઓ ભયમાં છે. કનિકા લખનવના તાજ હોટલમાં રોકાણ કર્યુ હતું જયા સુધી શાંતિમાર ગેલેટના નિવાસીઓની વાત છે. તો આ એપાર્ટમેન્ટમાં વધુ પ્રમાણમાં નિવાસી હોય બિલ્ડીંગ છોડી બીજા સ્થળો પર જઈ રહ્યા છે. કનિકા કપુરનો સમગ્ર પરિવાર આ બિલ્ડીંગમાં રહેતા છે હવે તેમના પુરા પરિવારને કવોરંટાઈમાં રાખવામાં આવ્યા છે.

વધુ મળતી વિગત અનુસાર હેલ્થ ડિપાર્ટમેન્ટએ કનિકાના સંપર્કમાં આવેલ તમામ લોકોને ફોન કરવામાં આવ્યો હતો. અને તેઓને સેલ્ફ આઈસોલેટ કરવાનું પણ જણાવ્યું છે. હજુ સુધી બીજા કોઈનામાં પણ આ લક્ષણ જોવા નથી મળ્યા માત્ર સિંગરને પોઝીટીવ આવ્યો છે.

કનિકાએ તે દિવસે બે પાર્ટીમાં હાજરી આપી હતી. જેમાં 500 થી વધુ એકત્ર થયા હતા. યુપીનુ આરોગ્ય મંત્રી પણ આ પાર્ટીમાં હોવાનું જાણવા મળ્યુ છે. અને ઉપસ્થિત અધિકારીઓ અને મંત્રીઓ સાથે હાથ મિલાવ્યો હતો. સરકારની ગાઈડ લાઈન મુજબ હાથ મીલાવવા પર પ્રતિબંધ મુકયો છે છતા કતિકા કપુરે પાર્ટીમાં અધિકારીઓ અને મંત્રીઓ સાથે હાથ મિલાવ્યો હતો. હાલ કનિકાના કોરોના પોઝીટીવ રીપોર્ટથી આજુબાજુના લોકોમાં ભય જોવા મળ્યો છે. તેઓને સેલ્ફ આઈસોલેટ થવા અપીલ કરાય છે.

કનિકાએ બેબી ડોલ, ચિટિયા કલાઈયા’ જેવા હોટ સોંગ આપ્યા હતા. કનિકા 15 માર્ચના લંડનથી ઉતર પ્રદેશના રાજધાની લખઉનલ આવી હતી. કનિકાએ પોતાના ઈન્સ્ટીગ્રસ્ત એકાઉન્ટ પોતાને કોરોના હોવાની જાણ ફ્રેન્સને આપી છે.

રાષ્ટ્રપતિ અને સાંસદો ઉપર પણ કોરોનાનો ખતરો? કનીકા કપૂરની પાર્ટીમાં ગયેલા દુષ્યંતકુમાર આઈસોલેટ થયા બાદ તેના માતા વસુંધરા પણ આઈસોલેટ
બોલીવુડની ગાયિકા કનીકા કપુરને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેણે યોજેલી પાર્ટીમાં સાંસદ દુષ્યંતકુમાર હાજર હતા જે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજના પુત્ર છે.

હવે કોરોનાના સંક્રમણની ચિંતાથી ખુદ દુષ્યંતકુમાર ઓઈસોલેટ થયા છે. તેના માતા વસુંધરારાજે પણ ખુદ આઈસોલેટ થયા છે. તો દુષ્યંતકુમાર રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા અને સંસદમાં પણ હાજરી આપી હતી તેથી તેઓ પણ કોરોનાનો ખતરો છે. કનીકા કપૂર જે સોસાયટીમાં રહેતા છે તેના 700 ફલેટ છે અને આ 700 ફલેટના તમામ લોકોને આઈસોલેટ કરાયા છે. આમ એક ગાયિકાની પાર્ટીએ સેંકડો લોકો ઉપર અસર કરી છે.


Loading...
Advertisement