ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરતમાં પણ શટડાઉન શરૂ: તા.31 સુધી બંધ

20 March 2020 04:00 PM
Surat Gujarat
  • ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરતમાં પણ શટડાઉન શરૂ: તા.31 સુધી બંધ

ડાયમંડ સીટીમાં એક પોઝીટીવ કેસ: એકનો રીપોર્ટ પણ પોઝીટીવ આવે તેવા સંકેત

ગુજરાતમાં કોરોના હવે ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે તે વચ્ચે સુરતમાં એક પોઝીટીવ કેસ જાહેર થતા અહીની તમામ મુખ્ય બજારો આવતીકાલથી તા.31 સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

ફકત શાકભાજી, દૂધ, દવાઓ માટેની બજાર જ ખુલ્લી અને બેન્કીંગ અને અન્ય આવશ્યક કચેરીઓ ચાલુ રહેશે તથા તેઓ પણ આવશ્યક કર્મચારીઓને બોલાવવા જણાવ્યુ છે. અહીની કાપડ-ડાયમંડ માર્કેટ તથા કારખાના પણ હવે બંધ કરવા અંગે વિચારણા છે. જો કે તેની સાથે લાખો કામદારોની રોજીરોટી સંકળાયેલી છે તેની આ નિર્ણય સાવચેતીભર્યો હશે.

સુરતમાં અત્યાર સુધીમાં વિદેશથી આવેલા લોકો સહિત 421 લોકોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 419 લોકોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. એક વ્યકિતનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને એક વ્યકિતના રીપોર્ટની રાહ જોવાઈ છે જે પોઝીટીવ હોવાની શકયતા છે. આમ કોરોના પોઝીટીવની સંખ્યા બે થઈ શકે છે.


Loading...
Advertisement