સોશ્યલ મીડીયા યુનિવર્સિટીમાં કોરોનાના ઉપચાર: મગજને તાળું દઈ બધું સાચુ માની લેવાની જરૂર નથી

20 March 2020 01:04 PM
India Technology
  • સોશ્યલ મીડીયા યુનિવર્સિટીમાં કોરોનાના ઉપચાર: મગજને તાળું દઈ બધું સાચુ માની લેવાની જરૂર નથી

નવી દિલ્હી: ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને અટકાવવા વિજ્ઞાનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડીયામાં પુરવાર ન થયેલા ઈલાજ-ઉપચાર ફરી રહ્યા છે. હાથ ધોવાની અને હાઈજીનની હુની માર્ગદર્શિતા ઓનલાઈન પર પ્રસારીત થતા એક માત્ર સાચા દાવા છે.

દાવો: પાણી પીવાથી કોવિડ-19 અટકે છે
હકીકત: દર 15 મીનીટે પાણી પીવાથી તમારા ગળાનો વાયરસ પેટમાં ઉતરી જશે અને ત્યાં એસીડ એને મારી નાખે છે પણ આવું કરવાથી રેસ્પીરેટરી વાયરસના કોઈપણ પ્રકાર સામે આ રીત કામ કરે છે તેનો વૈજ્ઞાનિક પુરાવો નથી. આમ છતાં પાણી પીવાથી અને હાઈડ્રેટેડ રહેવું એ સારી ટેવ છે.

દાવો: મીઠાના પાણીના કોગળા કરવાથી કોવિડ-19 અટકે છે
હકીકત: રેસ્પીરેટરી વાયરસને મીઠાના પાણીની અસર થતી નથી. બ્લીચ અથવા ઈથેનોલ સાથે કોગળા કરવાનો દાવો પણ ખોટો છે, એટલું જ નહીં નુકશાનકારક પણ છે. નવસેકું પાણી વાયરસને નિષ્ક્રીય કરી નાખે છે અથવા આઈસ્ક્રીમ ખાવામાં ન આવે તો મદદ મલે છે તેવા દાવા છતાં ઠંડું કે ઉષ્ણ તાપમાન વાયરસને મારતા નથી.

દાવો: ગરમ વાતાવરણમાં અથવા સૂરજના તડકામાં વાયરસના રામ રમી જાય છે.
હકીકત: ન્યુ કોરોનાવાયરસ વિષે મર્યાદીત સંશોધન પ્રાપ્ય હોઈ, એકસપર્ટસને ખાતરી નથી કે ઉનાળામાં વાયરસ કઈ રીતે વધી શકે. સાર્સ અને મેર્સની મહામારી આધારે આવી આગાહી કરવામાં આવે છે. પરંતુ કોરોના સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા ઉષ્ણ દેશોમાં પણ પ્રસરી ગયો છે. હાર્વર્ડ મેડીકલ સ્કુલના એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે ચીનમાં ટેમ્પરેચર અને ભેજના પ્રમાણની જુદી જુદી રેન્જમાં પણ વાયરસ ફેલાતો રહ્યો છે.

દાવો: લસણ ખાવાથી કોવિડ-19 દૂર ભાગે છે
હકીકત: હુના જરાવ્યા મુજબ લસણમાં એન્ટીમાઈક્રોબિરલ ગુણધર્મો છે, પણ કોરોના વાયરસ સામે આ ઉપાય કારગત હોવાના કોઈ પુરાવા નથી.

દાવો: ચાંદી પીવાથી કોરોના વાયરસના ઘટકો મરી જાય છે
હકીકત: : એક અમેરિકી ટેલિવિઝન વિશેષએ ખોટી રીતે દાવો કર્યો હતો કે પ્રવાહીમાં સસ્પેન્ડેડ મેટલના રજકણો કોલોઈડાલ સિલ્વર 12 કલાકમાં કોરોના વાયરસના ઘટકોનો ખાતમો બોલાવી ઈમ્યુન સીસ્ટમ મજબૂત કરે છે. ચાંદી પીવાથી મદદ મળે છે એવો કોઈ પુરાવો નથી. ઉલ્ટાનું એનાથી કીડનીને નુકશાન થવાની શકયતા વધુ છે. આયર્ન અને ઝીંકથી વિપરીત માણસના શરીર માટે ઉપકારક હોય તેવું મેટલ-ધાતુ ચાંદી નથી.

દાવો: ફેસ માસ્ક કોવિડ-19 અટકાવવામાં મદદરૂપ નથી
હકીકત: ફેસ માસ્ક પહેરવાની બચવાની 100% ખાતરી નથી, આંખ દ્વારા પણ વાયરસ શરીરમાં પ્રવેશી શકે અને વાયરસ પાર્ટીકલ્સ એટલા સૂક્ષ્મ હોય છે કે તે માસ્કને ચકમો આપી જાય છે. માસ્ક પહેર્યો હોવા છતાં ઉધરસ-છીંકના બિંદુ ઝડપી લે છે. પરંતુ જેમનામાં લક્ષણો દેખાય છે અથવા પોઝીટર ટેસ્ટ થયેલાને માસ્ક પહેરવાથી રક્ષણ મળે છે. બજારમાં જવા અથવા બસમાં બેસવા માસ્ક પહેર્યો હોય કે નહીં, કંઈ ફેર નથી પડતો.. પરંતુ ચેનલ્સ જોવા અપગ્રેડના માસ્ક હેલ્થકેપ વર્કર્સ માટે એક આવશ્યકતા છે.

દાવો: રસી થોડા મહિનામાં મળતી થઈ જશે
હકીકત: કોવિડ-19 માટે રસી બનાવવાના પ્રયાસો ચાલુ છે, પણ વ્યાપારીક ધોરણે બજારમાં આવતા તેને વાર લાગશે. કેટલાક વિજ્ઞાનીઓ પ્રાણીઓ પર પ્રયોગ કરી રહ્યા છે, પણ ટ્રાયલ પ્રોસેસ લાંબી હોય છે. તેની આડ અસર જાણવી જરૂરી હોય છે. વેકસીન એક વર્ષમાં શોધાય જાય તો એ ઝડપી ગણાશે.

દાવો: કોરોના વાયરસ મોસમી ફલુથી વધુ જોખમી નથી
હકીકત: : કોરોનાના મોટાભાગના કેસોમાં સિઝનલ ફલુથી વધુ લક્ષણો જણાતા નથી, પણ શ્વસનથી આ બીમારીમાં મરણદર ઉંચો અને અત્યાર સુધીનો સૌથી ગંભીર છે. 1% મૃત્યુદર સામે કોવિડ 19 સિઝનલ ફલુ કરતાં 10 ગણો ઘાતક છે.

દાવો: જો તમે 10 સેકન્ડ શ્વાસ રોકી શકો તો તમે સલામત છો
હકીકત: ઉધરસ અથવા બેચેની અનુભવ્યા વગર જો તમે તમારો શ્વાસ 10 સેકન્ડ રોકી શકો તો તમને ફેફસાનો ચેપ લાગ્યો નથી તેવું માનવું ખોટુ છે. વાસ્તવમાં, ઉંડો શ્વાસ લેતી વખતે ઉધરસ આવે તો એરવેજલનની નિશાની છે, જે વાયરસ ઈન્ફેકશનનું પરિણામ હોય તે જરૂરી નથી. 10 સેકન્ડ શ્વાસ સફળતાપૂર્વક રોકી શકતા હો તો તમને કોરોના વળગ્યો નથી એ પુરવાર થતું નથી.


Loading...
Advertisement