ગુજરાતમાં ધો.12ની પરીક્ષાનું આવતીકાલનું પેપર યથાવત રહેશે

20 March 2020 12:30 PM
Ahmedabad Education Gujarat
  • ગુજરાતમાં ધો.12ની પરીક્ષાનું આવતીકાલનું પેપર યથાવત રહેશે

અમદાવાદ: દેશમાં કોરોનાના કારણે સીબીએસઈ તથા જે.ઈ.ઈ. સહિતની પરીક્ષાઓ હાલ મુલત્વી રાખવામાં આવી છે અને ધો.1થી8 સહિતની સ્થાનિક પરિક્ષાઓ પણ હાલ લેવાશે નહી. તે વચ્ચે ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ (જીએસએચએસઈબી) એ તેના ધો.12ની પરીક્ષા તા.21 માર્ચ સુધી યથાવત રાખવા નિર્ણય લીધો છે.

રાજયમાં ધો.10-12ની પરીક્ષાના પેપર્સનું મૂલ્યાંકન પણ શરૂ થઈ ગયુ છે. પેપર્સ ચકાસણી કેન્દ્રમાં 100 જેટલા શિક્ષકો એક જ છત હેઠળ છતાં સલામત અંતરે અને સેનીટાઈઝ કરીને તેઓને આ કાર્યમાં જોડવામાં આવી રહ્યા છે.


Loading...
Advertisement