ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટ 7 દિવસ બંધ

20 March 2020 12:20 PM
India Travel
  • ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટ 7 દિવસ બંધ

ના અંદર સે કોઇ બહાર જા શકે, ના કોઇ બહાર સે અંદર આ શકે: કોરોનાના મોટાભાગના કેસોમાં વિદેશયાત્રાનો ઇતિહાસ જોતાં અભૂતપૂર્વ પગલું

નવી દિલ્હી,તા. 20
દેશમાં કોરોના વાયરસના કારણે વધુ એકનું મૃત્યુ નીપજવા સાથે કેસોની સંખ્યા વધી રહી હોઇ, સરકારે ભારત આવતી અને રવાના થતી તમામ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફલાઈટ એક સપ્તાહ સુધી બંધ કરવા જાહેરાત કરી છે. આ નિયંત્રણો 22 માર્ચથી 29 માર્ચ સુધી અમલમાં રહેશે.

કોરોના વાયરસના કેસો છેલ્લા બે દિવસોમાં ઝડપથી વધી રહ્યા છે. અને એમાંનાં મોટાભાગનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ ધરાવે છે. પંજાબમાં ચોથુ મૃત્યુ નોંધાયું હતું.

નાગરિક ઉડ્ડયન પ્રધાન પુરી સહિતના પ્રધાનોના જૂથની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રેગ્યુલેટર, ડિરક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું હતુંં કે ભારત આવતી લગભગ 300 ફલાઈટને અસર થશે.

સરકારે દેશની અંદર પણ લોકો અનિવાર્ય કારણોસર સિવાય ઓછો પ્રવાસ કરે એ માટે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ડિસેબલ્ડ સિવાયના મુસાફરોને ક્ધસેસન આપવાનું રેલવેએ બંધ કર્યું છે. એ ઉપરાંત ટ્રેનોની સંખ્યા પણ ઘટાડવામાં આવી રહી છે. પંજાબમાં રાજ્યની અંદર અને બહાર પરિવહન બસો બંધ કરાઈ છે. અન્ય કેટલાક રાજ્યોએ પણ આવો નિર્ણય લીધો છે.


Loading...
Advertisement