CBSE પછી ICSE અને ISC બોર્ડે પણ પરીક્ષાઓ મોકુફ રાખી

19 March 2020 06:11 PM
Education India
  • CBSE પછી ICSE  અને ISC બોર્ડે પણ પરીક્ષાઓ મોકુફ રાખી

સ્થિતિ સુધર્યા પછી નવી તારીખો જાહેર થશે

આઈસીએસઈ અને આઈએસસીની કાઉન્સીલે 19 અને 31 માર્ચ વચ્ચે લેવાનારી પરીક્ષાઓ કોરોના વાયરસના જોખમને કારણે મોકુફ રાખી છે.
કાઉન્સીલે જણાવ્યું હતું કે સ્થિતિ સુધરે એ પછી નવી તારીખો જાહેર થશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) એ 19થી31 માર્ચ વચ્ચેની તમામ પરીક્ષાઓ અગાઉ રદ કરવા જાહેરાત કરી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. માત્ર બોર્ડ એકઝામ્સ જ નહીં, માનવ સંસાધન મંત્રાલયે તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને 31 માર્ચ સુધી પરીક્ષાઓ મોકુફ રાખવા જણાવ્યું હતું. સીબીએસઈની 10ની પરીક્ષાઓ 20 માર્ચે અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા 30 માર્ચે પુરી થવાની હતી. સીબીએસઈ 31 માર્ચ પછી નવી તારીખો જાહેર કરશે.


Loading...
Advertisement