તા.31 સુધીમાં 26000 ભારતીયો ખાડી દેશોથી આવશે: તમામને મુંબઈમાંજ રખાશે

19 March 2020 03:28 PM
India Sports
  • તા.31 સુધીમાં 26000 ભારતીયો ખાડી દેશોથી આવશે: તમામને મુંબઈમાંજ રખાશે

પોવાઈમાં વિશાળ કવોરન્ટાઈન સેન્ટર તૈયાર: જેઓ શંકાસ્પદ નહીં હોય તેઓને પણ મુંબઈ છોડવા નહી દેવાય

નવી દિલ્હી તા.19
કોરોનાના કારણે વિશ્વભરમાં નોકરી, વ્યવસાય અને અભ્યાસ કરતા હજારો ભારતીયો સ્વદેશ પરત આવી રહ્યા છે અને તેઓને તુર્ત જ પરિવાર સાથે જવા દેવાશે નહી. આજે તા.19થી આગામી તા.31 સુધી ખાડીના દેશોમાં નોકરી-વ્યવસાય કરતા 26000 થી વધુ ભારતીયો પરત આવી રહ્યા છે. આ તમામની ફલાઈટ મુંબઈ જ આવશે અને તેઓને એરપોર્ટથી સીધા કવોરન્ટાઈન સેન્ટર ખાતે મોકલી અપાશે. યુએઈ, કુવૈત, ઓમાનની રોજ 23 ફલાઈટ ભારત આવશે અને જેમ જેમ તેઓ આવતા જશે તેમ તેમ તેઓને સીધા કવોરન્ટાઈન સેન્ટરમાંજ મોકલાશે.

આ માટે મુંબઈ મહાપાલિકાએ પોવાઈમાં એક નવા ટ્રેનીંગ સેન્ટરને કવોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. જયાં તબીબી સુવિધા ઉપલબ્ધ છે જે મરોલમાં સેવન હિલ્સ હોસ્પીટલ પણ કવોરન્ટાઈન સેન્ટર ઉભુ કરાયુ છે. પોવાઈમાં જે કવોરન્ટાઈન સેન્ટર છે તેના કોન્ફરન્સ હોલને પણ વોર્ડમાં ફેરવી નંખાયા છે. અહી તેઓની તપાસ થશે અને જેઓ સંપૂર્ણ સ્વસ્થ હશે તેઓને મુંબઈમાં ઘર હોય તેઓને જવા દેવાશે અને તેઓ ખુદ ઘરમાં જ આઈસોલેશનમાં રખાશે.

ઉપરાંત પુણે નાસિકના લોકો માટે જેઓ કોરોના મુક્ત છે. તેઓને પણ તેમના નિવાસે આઈસોલેશનમાં રખાશે. મુંબઈમાં જનારા દરેકના હાથ પર એક સ્ટેમ્પ લગાવાશે અને તેઓ દેશના અન્ય ભાગોમાં જઈ શકશે નહી. તેઓને 14 દિવસ આ કેમ્પમાં રખાશે. જેમાં સીનીયર સીટીઝનની ખાસ તકેદારી લેવાશે.


Loading...
Advertisement