સીબીએસઇની પરીક્ષા પણ મોકુફ : પેપર તપાસણી બંધ

19 March 2020 12:52 PM
Rajkot Education Saurashtra
  • સીબીએસઇની પરીક્ષા પણ મોકુફ : પેપર તપાસણી બંધ

રાજકોટના આર.કે.સી. સહિત દેશભરના મૂલ્યાંકન કેન્દ્રો તત્કાલ બંધ કરવા કેન્દ્રીય બોર્ડનો આદેશ

રાજકોટ તા.19
કોરોનાએ મારેલા ફૂંફાડાના પગલે સીબીએસઇ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને 12ની પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સહિત દેશભરના મુલ્યાંકન કેન્દ્રો પર ચાલી રહેલી સીબીએસઇ બોર્ડના પેપરોની તપાસણી પણ બંધ કરી દેવા આદેશ આપી દેવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે સીબીએસઇ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા ગત તા.15 ફેબ્રુઆરીથી પ્રારંભ થવા પામેલ હતો. પરંતુ કોરોના વાયરસે મચાવેલા કહેરના પગલે સાવચેતીના પગલા રૂપ કેન્દ્રીય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.10 અને 12ની આ પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવેલ છે. જેથી આવતીકાલથી લેવાનારા પેપર મુલતવી રહેશે.

આ ઉપરાંત રાજકોટના આર.કે.સી. તેમજ દેશભરના વિવિધ મુલ્યાંકન કેન્દ્રો પર સીબીએસઇ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના પેપરોની તપાસણી શરૂ કરવામાં આવી હતી તેને પણ બંધ કરવા માટે આદેશ અપાયેલ છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડ દ્વારા હવે જે પેપરો બાકી રહ્યા છે તેની તારીખ આગામી તા.1ના બોર્ડ નવો સરકયુલર બહાર પાડી જાહેર કરશે. હાલ તુરંત દેશભરમાં સીબીએસઇ પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવેલ છે.


Loading...
Advertisement