હે રામ! પોરબંદરનું ગાંધી જન્મસ્થળ પણ કોરોનાના ભયથી બંધ કરાયું

18 March 2020 05:28 PM
Porbandar Gujarat
  • હે રામ! પોરબંદરનું ગાંધી જન્મસ્થળ પણ કોરોનાના ભયથી બંધ કરાયું
  • હે રામ! પોરબંદરનું ગાંધી જન્મસ્થળ પણ કોરોનાના ભયથી બંધ કરાયું

સુદામામંદિરને પણ તાળા

પોરબંદર તા.18
મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર અને સુદામામંદિરમાં પ્રવેશવા પર સતાવાળાઓએ સાવચેતી ખાતર પ્રતિબંધ મુકયો છે.

ત્રણ દિવસ અગાઉ સરકારે શાળા કોલેજો, ટયુશન કલાસો અને સિનેમા બંધ રાખવા આદેશ આપ્યો હતો. પોરબંદર જિલ્લા કલેકટરે પણ વિવિધ ખાતાના વડાઓ અને એસોસીએશનો સાથે બેઠક યોજી કોરોના વાયરસ ન ફેલાય તે માટે સાવચેતીના પગલા વિષે વિચારવિમર્શ કર્યો હતો.

પોરબંદરમાં એમ.જી.રોડ પર આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિર તથા કોટેશ્વર મહાદેવ મંદિર અને ભૂતનાથ મહાદેવ સહિતના મંદિરોમાં લોકોને મોટી સંખ્યામાં એકઠા નહીં થવા અનુરોધ કરાયો છે.


Loading...
Advertisement