બોકસરોને ‘ચિત’ કરી દેતો કોરોના વાઈરસ ! હાલ બધા ઘરમાં ‘કેદ’!

18 March 2020 03:40 PM
India Sports
  • બોકસરોને ‘ચિત’ કરી દેતો કોરોના વાઈરસ ! હાલ બધા ઘરમાં ‘કેદ’!

ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લીધા બાદ પરત ફરેલા બોકસરો ઘેર પોતાને ફિટ રાખશે

નવી દિલ્હી,તા. 18
ટોક્યો ઓલિમ્પિક માટે અત્યાર સુધીમાં ભારતે બોકસીંગમાં સ્થાન હાંસલ કર્યુ છે. અને તે ભારતમાં બોકસીંગના વધતાં ગ્રાફનું ઉદાહરણ છે. જો કે કોરોનાના કારણે આ બોક્સરોના ઓલિમ્પિક અભિયાન પર નાનું વિરામ લાગી ગયું છે. જોર્ડનમાં આયોજીત એશિયા-ઓશેનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લીધા બાદ સ્વદેશ પરત આવેલા ભારતીય બોકસરો સાવધાનીના ભાગરુપે પોતપોતાના ઘરમાં કેદ છે.

કેમ્પથી તો બોકસરો દૂર છે પણ ખુદને ફિટ રાખવાની કોશિશ ચાલુ છે. અમિત પંધલ કહે છે કોરોનાના વાદળો જલદી વિખેરાશે અને બધા જ બોકસર પોતાના ઓલીમ્પીક અભિયાનમાં જોડાશે. આસામની બોકસર લવલીના કહે છે સાંભળ્યું ચે કે તાપમાન વધવાથી કોરોનાની અસર ઓછી થશે, ત્યારથી હું તાપમાન વધવાની રાહ જોઇ રહી છું. ભારતીય મહિલા ટીમની હેડ કોચ અલી કમર કહે છે કે જો બધું કાર્યક્રમ અનુસાર ચાલ્યું તો આગામી મહિને અમારી ટ્રેનીંગ શરુ કરી દઇશું.


Loading...
Advertisement