ઉતરપ્રદેશમાં ધો.8 સુધી માસ પ્રમોશન

18 March 2020 03:27 PM
Education India
  • ઉતરપ્રદેશમાં ધો.8 સુધી માસ પ્રમોશન

લખનઉ તા.18
દેશમાં કોરોનાના કારણે શાળા-કોલેજો બંધ થઈ રહ્યા છે અને પરીક્ષાઓ પણ રદ થઈ રહી છે તે સમયે ઉતરપ્રદેશ સરકારે રૂા.1થી8 સુધીમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.

રાજય સરકારે આજે આ અંગે જાહેરાત કરી છે અને ધો.8 સુધીમાં ચાલુ વર્ષે કોઈ પરીક્ષા લેવાશે નહી તથા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયુ છે. ઉતરપ્રદેશના ચીફ સેક્રેટરી રેણુકાકુમારે આ અંગે પરિપત્ર બહાર પાડયો છે અને રાજયની તમામ પરીક્ષાઓ હાલ સ્થગીત કરી દીધી છે.


Loading...
Advertisement