રેલવેમાં 80% બુકીંગ રદ: લાંબા અંતરની 85 ટ્રેનો કેન્સલ કરાઈ

18 March 2020 10:27 AM
India Travel
  • રેલવેમાં 80% બુકીંગ રદ: લાંબા અંતરની 85 ટ્રેનો કેન્સલ કરાઈ

કોરોનાથી રેલ્વે પર માઠી અસર: જો કે તકેદારી પણ લેવાઈ: મુસાફરી સમયે યાત્રીઓનું હેલ્થ મોનેટરીંગ થશે

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કારણે સર્જાયેલા ભયથી ટ્રેન, વિમાની તથા બસ સહિતની જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર ગંભીર અસર પહોંચવાનું શરૂ થયું છે અને રેલવેએ દેશભરમાં મુંબઈ-દિલ્હી સહિતની 85 ટ્રેનો તાત્કાલીક અસરથી રદ કરી છે.

આ તમામ રૂટ પર ટ્રેનો ખાલી દોડવા લાગી હતી. ઉપરાંત રેલવેએ સ્ટેશન પરની ભીડ પણ ઓછી રહે તે એક કારણ છે પણ વાસ્તવિકતા એ છે કે લાંબા અંતરની ટ્રેનોમાં 80% બુકીંગ કેન્સલ થયા છે. રેલવેમંત્રી પીયુષ ગોયલે ગઈકાલે રેલવેની એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી અને જાહેર કર્યુ કે, જે ટ્રેનોમાં ફકત 10-20 ટકા જ ટ્રાફીક છે તે ટ્રેનો તા.31 માર્ચ સુધી રદ કરી છે.

ઉપરાંત રેલવેમાં ભીડ-ટ્રાફીક ઘટાડવાની પણ અમારી તૈયારી છે. રેલવેએ કોરાના સામે પગલા લેવા છ સભ્યોની એક ટીમ પણ બનાવી છે જે દેશભરમાં રેલવે સંબંધીની કોરોનાના મુકાબલા માટેના પ્રયાસોનું સંકલન કરશે અને ઝોન મુજબ આદેશ આપવાની સતા પણ અપાઈ છે. દરેક મેમ્બર્સ એક ઝોનનો ચાર્જ સંભાળશે અને આ માટે ઓનલાઈન મોનેટરીંગ સીસ્ટમ પણ અપનાવે છે. રેલવેએ તેના પ્લેટફોર્મ પરથી ભીડ ઘટાડવા માટે આ ટિકીટના ભાવ રૂા.10થી વધારી રૂા.50 કરી છે.

મુસાફરી દરમ્યાન કોઈ મુસાફરને તાવ સહિતની બિમારી જણાય તો તુર્ત જ રેલવે સ્ટાફનો સંપર્ક કરે તો તેને નજીકના જ સ્ટેશને તબીબી સારવાર મળી રહેશે. પશ્ચિમ રેલવેની 29 લાંબા અંતર ટ્રેનો રદ થઈ છે.


Loading...
Advertisement