ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદનું ગણિત અને સમીકરણ જાણો

16 March 2020 10:55 PM
Gujarat Politics
  • ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદનું ગણિત અને સમીકરણ જાણો

26 માર્ચના રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થવા જઇ રહી છે જેમાં ભાજપે 3 ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા તથા નરહરી અમીનના નામ જાહેર કર્યા છે તો કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલના નામની જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ધારાસભ્ય પદથી રાજીનામુ આપતા કોંગ્રેસ માટેના સમીકરણો બદલાય ગયા હોય તેવું લાગે છે.


વિધાનસભાની કુલ બેઠક - 175
રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણીમાં ભાજપ પાસે સંખ્યાબળ - 103
રાજયસભાની એક બેઠક જીતવા માટે જરૂરી ધારાસભ્યોના મત - 35
ભાજપના 3 ઉમેદવારને જીતવા મતની જરૂર - 35x3=105
ભાજપ પાસે મત - ભાજપના 103+1 એનસીપી (જો સમર્થન આપે તો)-104
કોંગ્રેસ પાસે મત કોંગ્રેસ 68+1 જીજ્ઞેશ મેવાણી - 69
કોંગે્રસના બે ઉમેદારને જીતવા 35x2=70 મત જોઇએ
કોંગે્રસ અને ભાજપ બંને પોતપોતાના રાજકીય કાવાદાવા કરી રહ્યા છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના બે ધારાસભ્યોના મત છે જે જોવાનું રહેશે કોના સાઇડ તરફ જશે.


Loading...
Advertisement