મઘ્યપ્રદેશ રાજકીય ડ્રામા : કાલે ફલોર ટેસ્ટ કરાવો નહીં તો માનવામાં આવશે કે તમારી પાસે બહુમતી નથી : રાજયપાલનો કમલનાથને પત્ર

16 March 2020 10:47 PM
India Politics
  • મઘ્યપ્રદેશ રાજકીય ડ્રામા : કાલે ફલોર ટેસ્ટ કરાવો નહીં તો માનવામાં આવશે કે તમારી પાસે બહુમતી નથી : રાજયપાલનો કમલનાથને પત્ર

ભોપાલ, તા. 16
મઘ્યપ્રદેશમાં કમલનાથ સરકારનો ફલોર ટેસ્ટ કાયદાકીય દાવપેચમાં ફસાઇ ગયો છે. રાજ્યપાલ લાલજી ટંડન મુખ્યમંત્રી કાર્યાલયને આદેશ આપી રહ્યા છે કે સરકાર ફલોર ટેસ્ટની કાર્યવાહી પુરી કરાવે પરંતુ કમલનાથ સરકાર તેને ટાળવા માંગે છે. આજે વિધાનસભા અઘ્યક્ષ એન.પી.પ્રજાપતિએ બજેટ સત્ર શરૂ થાય ત્યારે જ કોરોના વાયરસનું કારણ રજુ કરીને ગૃહની કાર્યવાહી ર6 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. સ્પીકરે કહ્યું કે જ્યાં સુધી બેંગ્લુરૂ ગયેલા 16 ધારાસભ્યો પરત ન આવે ત્યાં સુધી ફલોર ટેસ્ટ કેવી રીતે કરવી ? સોમવારે વિધાનસભાનું સત્ર શરૂ થવાના અમુક સમયમાં જ સદનની કાર્યવાહી સ્થગિત કરી નાખી હતી જેનાથી રાજ્યપાલ લાલજી ટંડન નારાજ હતા. તેઓ વિધાનસભામાં બજેટ સત્રની સત્તાવાર શરૂઆત કરવા 9 મીનીટ મોડા પહોંચ્યા અને આખુ ભાષણ વાંચ્યા વિના જ રાજભવન પરત ફરી ગયા હતા. ત્યારબાદ રાજયપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે આવતીકાલે ફલોર ટેસ્ટ કરાવી બહુમતી સાબિત કરવી નહીં તો એવું માનવામાં આવશે કે વિધાનસભામાં તેમને બહુમતી પ્રાપ્ત નથી. ફલોર ટેસ્ટ ન થતા શિવરાજસિંહ 106 ધારાસભ્યો સાથે રાજભવન જઇને રાજ્યપાલ સામે પરેડ કરી હતી. આવનારા ર4 કલાક મઘ્યપ્રદેશમાં કોણ સરકાર બનાવશે તે ખુબ જ નિર્ણાયક હશે.


Loading...
Advertisement