બોટાદમાં પ્રા. શિક્ષક મહાસંઘની બેઠક યોજાઈ

16 March 2020 12:58 PM
Botad
  • બોટાદમાં પ્રા. શિક્ષક મહાસંઘની બેઠક યોજાઈ

શનિવારે પડતર પ્રશ્ર્નોના મુદે ગાંધીનગરમાં ધરણા યોજાશે

બોટાદ,તા. 16
તા. 14નાં શનિવિારે નાલાદં ક્ધયા વિદ્યાલય-બોટાદ મુકામે પ્રાથમિક શિક્ષક મહાસંઘ બોટાદ જિલ્લાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનાં સંગઠન મંત્રી ભાવિનભાઈ ભટ્ટ, રાજ્યમંત્રી અને પ્રાથમિક શિક્ષક મહાસંઘ બોટાદ જિલ્લાના અધ્યક્ષ સાબવા જનકભાઈ, મંત્રી નાગડુકિયા, કિરણભાઈ તથા સંગઠન મંત્રી કોરડીયા વિનોદભાઈ તેમજ જિલ્લા કારોબારી પ્રતિનિધિઓ તથા પ્રા. શૈ. મહાસંઘ ગઢડા (સ્વામી) તાલુકામાંથી મીઠાપરા ભરતભાઈ અને પ્રવિણભાઈ લાવડીયા, બરવાળા તાલુકામાંથી વ્યાસ મનોજભાઈ અને ડોડિયા અનિરુધ્ધસિંહ રાણપુર તાલુકામાંથી ગોસ્વામી સુનિલભાઈ અને સોલંકી પ્રભાતસિંહ બોટાદ તાલુકામાંથી ડોડીયા હરદેવસિંહ અને બીપીનભાઈ પટેલ તેમજ નગરપાલિકામાંથી ભાવેશભાઈ લકુમ અને નિલેશભાઈ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી ભાવિનભાઈ ભટ્ટ દ્વારા સંગઠનના કાર્ય વિસ્તાર, સદસ્યતા અભિયાન તેમજ રાષ્ટ્રીય હીત માટે રચનાત્મક કાર્યો અને જીવન મૂલ્યોના કાર્યો અંગે આગામી સમયગાળા દરમ્યાન આયોજન બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા અધ્યક્ષ સાબવા જનકભાઈ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે સદસ્યતા અભિયાન શિક્ષકોના પડતર પ્રશ્ર્નોની ચર્ચા અને તા. 21 માર્ચ શિક્ષકોનાં પડતર પ્રશ્ર્નો સંદર્ભે ગાંધીનગર મુકામે આયોજીત ધરણાં પ્રદર્શનનું પર્વ આયોજન સંદર્ભે ગાંધીનગર મુકામે આયોજીત ધરણા પ્રદર્શનનું પૂર્વ આયોજનસંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના બોટાદ જિલ્લાની આજની બેઠકને સફળ બનાવવા તમામ ઉપસ્થિત મહેમાન, જિલ્લા-તાલુકાના પ્રતિનિધિઓનો આભાર રણજીતભાઈ બોરીચા દ્વારા કરવામાં આવેલ હતો.


Loading...
Advertisement