રાણાવાવ-કુતિયાણા તાલુકાની સરકારી શાળાઓના પાંચ ગુટલીબાજ શિક્ષકો ફરજ મોકુફ

16 March 2020 12:54 PM
Porbandar
  • રાણાવાવ-કુતિયાણા તાલુકાની સરકારી શાળાઓના પાંચ ગુટલીબાજ શિક્ષકો ફરજ મોકુફ

ગાંધીનગર શિક્ષણ વિભાગનાં અધિકારીઓની ટીમ ત્રાટકી : કરેલી તપાસ દરમ્યાન ગેરરીતિ ખુલતા કડક પગલા

(બી.બી. ઠક્કર) રાણાવાવ,તા. 16
ગુજરાત સરકારને પોરબંદર જિલ્લામાં કેટલીક શાળાઓમાં અધિકૃત શિક્ષકોને બદલે પ્રોક્સી શિક્ષીકા અને મુખ્ય શિક્ષકોી ગેરહાજરી તેમજ સમયાંતરપણે અન્ય વ્યવસાયો દ્વારા ચાલતી ગેરરીતિઓની ગુપ્ત માહિતી મળેલ હતી. જેના આધારે પોરબંદર જિલ્લાના અધિકારીઓ દ્વારા કુતિયાણા તાલુકાની કુલ-6માં શાળાઓમાં તથા રાણાવાવ તાલુકાની એક શાળામા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ કુલ 8 વ્યક્તિઓની સંડોવણી ધ્યાને આવેલ છે કે જેઓ પોતાની જગ્યાએ પ્રોક્સી શિક્ષિકા રાખીને સરકાર સાથે છેતરપીંડી કરીને ખોટી રીતે પગાર મેળવતા હોય.
વધુમાં પ્રોક્સી શિક્ષિકાઓ, શાળાના આચાર્યના સગા માલુમ પડેલ છે. ગેરરીતિના સમગ્ર પ્રકરણમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકની મીલીભગત ધ્યાને આવેલ છે અને બીઆરસી, સીઆરસી, ટીપીઈઓ આંખ આડા કાન કરવાની વૃતિ ધ્યાને આવેલ છે. કુલ સંડોવાયેલ વ્યક્તિઓ પૈકી પાંચ હાલ સરકારમાં સેવા બજાવે છે. અને એક નિવૃત થયેલ છે.િ તેમજ બાકીના બે વ્યક્તિ સરકારમાં સેવા બજાવતા ન હોવા ચતાં અનઅધિકૃત રીતે શૈક્ષણિક કાર્ય કરતાં હોવાનું તપાસમાં ધ્યાને આવેલ છે. તપાસ દરમિયાન અધિકારીઓનાં ધ્યાને આવેલ છે કેિ દિલીપ આર. સવા ગામનાં શિક્ષક દ્વારા આચાર્યની મદદથી મહિનામાં એક બે વાર આપીને હાજરી પત્રકમાં સહીઓ કરવામાં આવેલ છે અને તેમનાં બદલે એકમ કસોટીમાં પ્રોક્સી શિક્ષિકા દ્વારા સહીઓ કરવામાં આવેલ છે. તપાસ અધિકારીઓ દ્વારા તથા અન્ય રેકર્ડની ચકાસણી કિરવામાં આવેલ તેમજ ગેરરીતિમાં સંડોવાયેલ કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓનાં નિવેદન લેવામાં આવેલ હતાં. ઉપરાંત શાળાનાં અન્ય શિક્ષકો તેમજ સરપંચનાં નિવેદનો પણ લેવામાં આવેલ છે અને વધુ ખરાઈ અર્થે કેટલુંક દફતર કબ્જે લેવામાં આવેલ છે.
તપાસમાં ધ્યાને આવેલ કે ખાનગી વ્યક્તિઓ એટલે કે ભાવિકાબેન હમીરભાઈ કરંગીયા તથા શ્રધ્ધાબેન દુદાભાઈ રાવલીયા કે જેઓ ગેરકાયદેસર રીતે પોતે શિક્ષીકા તરીકે દિલીપ આર. સુવા વતી આચાર્ય નંદાણીયા માવલદેભાઈ ડી. ના મેળાપીપણામાં શૈક્ષણિક કાર્ય સંભાળતાિં હતા. જેથી નાયબ જિલ્લા પ્રાથમિકિ શિક્ષણાધિકારી પોરબંદર દ્વારા દિલીપ રામભાઈ સુવા નંદાણીયા માલદેભાઈ દેવાભાઈ, ભાવિકાબેન હમીરભાઈ કરંગીયા તથા શ્રધ્ધાબેન દુદાભાઈ રાવલીયા સામે છેતરપીંડી તથા અન્ય કલમો નીચે પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ ધ્રુવાળા સીમ પ્રાથમિક શાળાનાં નિવૃત આચાર્ય અરવિંદભાઈ કાસુન્દ્રાએિિ પણ જે તે સમયે દિલીપ સુવાનેિ શાળામાં આવ્યા વગર અને શૈક્ષણિક કાર્ય કર્યા વગર પગાર મળે તેવી સગવડમાં સાથ આપેલ હોઇ તેમની સામે પણ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે.તપાસના અનુસંધાને કુલ 5 વ્યક્તિઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફરજ મોકુફ કરવામાં આવેલ છે તેમાં દિલીપ આર. સુવા-શિક્ષક, નંદાણીયા માલદેભાઈ ડી. (આચાર્ય), રાજેશકુમાર એન. અઢીયા, દિતલીપભાઈ મકવાણા, ચીરાગકુમાર પી. પારઘી વગેરેનો સમાવેશ થયો છે.


Loading...
Advertisement