જસદણમાં ટીફીન યોજનામાં વેકેશન શરૂ

16 March 2020 12:39 PM
Jasdan
  • જસદણમાં ટીફીન યોજનામાં વેકેશન શરૂ

જસદણ તા.16
વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લ ‘સૈફુદીન’ સાહેબના વડપણ હેઠળ ફૈઝ ઉલ મવાઈદ અલ બુરહાનીયા નામથી ચાલતી ટીફીન સર્વીસ દુનિયાભરમાં ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસને કારણે 23 દિવસ વહેલું વેકેશન આજે સોમવારથી પડી જતા જસદણ સહિત દુનિયાભરના વ્હોરા સમુદાયના વસવાટ વાળા ગામેગામના વ્હોરા સમાજના વહેલી સવારે ધમધમતા રસોડા આજથી શાંત થઈ ગયા છે.


Loading...
Advertisement