કુતિયાણાના અમીપુર ગામે વર્ટીકલ ગેઇટ વેસ્ટ વિયરનું ખાતમુર્હુત કરાયું

16 March 2020 12:33 PM
Porbandar
  • કુતિયાણાના અમીપુર ગામે વર્ટીકલ ગેઇટ વેસ્ટ વિયરનું ખાતમુર્હુત કરાયું

કુતિયાણા તા.16
નમેદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના પોરબંદર જિલ્લાના કુતિયાણાના અમીપુર ગામે ખાતે વેઘલી નદીપર આવેલા અમીપુર સિંચાઈ યોજનાના વર્ટીકલ ગેઈટ વેસ્ટ વિયરના કામનું ખાત મુહૂતે પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરાયુ હતુ.

આ પ્રસંગે કુતિયાણાના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા, કેશોદના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિલેષભાઈ મોરી,જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઈ,જિલ્લા પંચાયતના પુવે પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા પોરબંદર,જિલ્લા પંચાયત પોરબંદરના સદસ્યશ્રી પરબતભાઇ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આવળાભાઈ ઓડેદરા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ પરમાર તથા મસરિભાઈ ખુંટી,નિલેશભાઈ ઓડેદરા,ભીમભાઇ ઓડેદરા,લીલાભાઇ પરમાર તેમજ અધીક્ષક ઈજનેરશ્રી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ રાજકોટનાશ્રી પી.બી. ચૌધરી, કાયેપાલક ઈજનેરશ્રી ક્ષાર અંકુશના બી.કે. વાલગોતર સહિતના અધિકારીશ્રીઓ, આગેવાનો, ગામલોકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement