ધો.10ની પરીક્ષા અંતીમ તબકકામાં: સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

13 March 2020 05:26 PM
Rajkot Education Saurashtra
  • ધો.10ની પરીક્ષા અંતીમ તબકકામાં: સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

રૂા.500ની નોટ પરના ચિત્ર (લાલ કિલ્લા) પરથી ટુંક નોંધ ડાંગરની ખેતીની માહિતી, ભાવ વધારો સહિતના પ્રશ્ર્નો ટેકસબુકમાંથી પૂછાયા: રાજકોટ શહેર-જિલ્લામાં 898 વિદ્યાર્થીઓ ગેરહાજર: બપોરથી સામાન્ય પ્રવાહનું વાણિજય વ્યવસ્થાનું પેપર

રાજકોટ તા.13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધો.10ની પરીક્ષા આજે સામાજીક વિજ્ઞાનનું પેપર લેવાની સાથે અંતિમ તબકકામાં પહોંચી ગયેલ છે. સવારના શેષનમાં લેવાયેલ સામાજીક વિજ્ઞાનનું પેપર ટેકસબુક આધારિત સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની જવા પામેલ હતા.

આ પેપરમાં રૂા.500ની ચલણી નોટ પાછળના ચિત્ર (લાલ કિલ્લા) પરથી ટુંક નોંધ, ડાંગરની ખેતીની માહિતી ભાવ વધારો સહિતના પ્રશ્ર્નો ટેકસબુકમાંથી પુછવામાં આવેલ હતા. શિક્ષણ બોર્ડ દ્વારા બે ત્રણ પ્રશ્ર્નમાં ચિત્ર દર્શાવી તેના આધારે ઉત્તર લખવા વિદ્યાર્થીઓને પ્રશ્ર્ન પત્રમાં જણાવેલ હતું. આમ આ વખતે નવી મેથડ અપનાવવામાં આવી હતી.

સામાજીક વિજ્ઞાનના આ પેપરમાં રાજકોટ શહેર જીલ્લામાં નોંધાયેલા 44957 વિદ્યાર્થીઓમાંથી 45855 વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટરો ઉપરથી પરીક્ષા આપી હતી જયારે 898 વિદ્યાર્થીઓ આજના આ પેપરમાં ગેરહાજર રહ્યા હતા.

ધો.10ના સામાજીક વિજ્ઞાનના પેપરની સાથે ધો.12 સામાન્ય પ્રવાહનું પણ સામાન્ય વિજ્ઞાનનું પેપર સવારના પેપર પણ સવારના શેષનમાં લેવામાં આવ્યું હતું જેમાં 164 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જયારે બપોરના શેષનમાં ધો.12 સામાન્ય પ્રવાહનું વાણિજય વ્યવસ્થાનું પેપર પરીક્ષા સેન્ટરો પરથી લેવામાં આવી રહ્યું છે.

આજે સવારના શેષનમાં આ પરીક્ષા દરમ્યાન એક પણ ગેરરીતિની ઘટના ઘટવા પામી ન હતી. ધો.10ની પરીક્ષાની સાથે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ અંતિમ ચરણમાં પહોંચી ગયેલ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં આવતીકાલે બપોરના 3થી 6-30 કલાક દરમ્યાન ગણીત વિષયનું પેપર લેવાશે. જયારે સવારના શેષનમાં
ધો.10નું ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર લેવાશે.


Loading...
Advertisement