અમદાવાદ તથા રાજકોટ મહાનગરપાલીકાની તા.22ના આરોગ્ય વિભાગની વર્ગ-3 ની સીધી ભરતીની પરીક્ષા

13 March 2020 12:31 PM
Botad Gujarat
  • અમદાવાદ તથા રાજકોટ મહાનગરપાલીકાની તા.22ના આરોગ્ય વિભાગની વર્ગ-3 ની સીધી ભરતીની પરીક્ષા

બોટાદ, તા. 13
અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આરોગ્ય વિભાગ હસ્તકની વર્ગ-3 હેઠળ આવતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ વર્કર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટે બેરોજગાર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

આ સંવર્ગની ભરતી થનાર બેરોજગાર યુવાનોની એક સરખી અભ્યાસની લાયકાતો માંજવામાં આવેલ હતી. આ ભરતી માટે બેરોજગાર અરજદારો પાસે અરજીઓ મંગાવ્યા બાદ અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ નર્સની સીધી ભરતીની પરીક્ષા આગામી તા.23-3 ના રોજ અમદાવાદ અને રાજકોટ શહેર ખાતે યોજવામાં આવનાર છે અને રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલીકાની આ ભરતી માટે એક ઉમેદવારે બંન્ને મહાનગરપાલીકાની આ જગ્યાઓ માટે અરજી કરેલ હોય તે તેને બન્ને પરીક્ષાઓમાં બેસવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરવાની રહેશે.

આ સિવાય એક ઉમેદવાર આ બન્ને નગરપાલીકાની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ વર્કર અને સ્ટાફ નર્સની સીધી ભરતીની પરીક્ષામાં બેસી શકે તેમ ન હોઈ, જેથી આ બન્ને મહાનગરપાલીકાઓએ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવી એક સાથે તા.22ના પરીક્ષાનું આયોજન કરેલ છે.


Loading...
Advertisement