કોરોના વાયરસથી અસરગ્રસ્ત ફેફસાની 3ડી ઈમેજ જારી: વિશ્વ ફફડ્યું

13 March 2020 11:41 AM
Health India
  • કોરોના વાયરસથી અસરગ્રસ્ત ફેફસાની 3ડી ઈમેજ જારી: વિશ્વ ફફડ્યું

વાયરસ ફેફસામાં પહોંચતા પ્રવાહી અને પરુ ભરાઈ જતું હોવાનું સાબીત થયું

નવી દિલ્હી તા.13
ચીનમાં શરૂ થયેલો કોરોના વાયરસ હવે વૈશ્ચિક મહામારીનું સ્વરૂપ લઈ ચૂકયો છે ત્યારે જુદા જુદા દેશો શાસકીય પગલા લઈ એને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે વિશ્વના વિજ્ઞાનીઓ વાયરસનું મૂળ પકડવા એક થયા છે.

આ પ્રયાસો દરમિયાન રેડીયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાએ કોરોના વાયરસથી પ્રભાવિત ફેફસાની 3ડી તસ્વીર જારી કરી છે. આ તસ્વીરમાં કોરોના વાયરસનો ભોગ બનેલા દર્દીના ફેફસા ચીકણા પદાર્થથી ભરાઈ ગયાનું જણાય છે. આ કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાયરસ માણસના શહીદમાં સૌપ્રથમ શ્વસનતંત્રને અસર કરે છે, જેમાં ફેફસામાં સંક્રમણ પ્રથમ તબકકો છે.

આ 3ડી ઈમેજ બન્યા પછી ડોકટર એકસ-રે અને સીટી-સ્કેનથી આવા દર્દીઓનું ઝડપથી નિદાન કરી શકાશે જે ગંભીર રીતે બીમાર છે. એ પછી આવા દર્દીઓને એકાંત વોર્ડમાં ખસેડવામાં આવશે.

દરમિયાન, વિજ્ઞાનીઓ એ સમજવા પ્રયાસ કરી રહ્યા છે કે વાયરસ શરીરમાં પ્રવેશી કઈ રીતે નુકશાન પહોંચાડે છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ (એઈમ્સ) ખાતેના માઈક્રોબાયોલોજી વિભાગના પુર્વ વડા ડો. શોભા બ્રુટના જણાવ્યા મુજબ વાયરસ રેસ્પીરેટરી સીસ્ટમથી ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલ ટ્રેક અને લોહીમાં પ્રવેશે છે અને આથી શરીરના અંગો એક પછી એક ખોટા પડવા લાગે છે અને આખરે મૃત્યુ થાય છે.

ગળાના પાછળના ભાગેથી આગળ વધી વાયરસ ફેફસામાં અને પછી લોહીમાં પ્રવેશે છે, એવો જર્નલ લાન્સેટમાં પ્રસિદ્ધ અભ્યાસમાં કરાયો છે. વુહાનમાં 191 દર્દીઓમાં બીમારી કઈરીતે આગળ વધી તેના પૃથ્થકરણના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

શરીરમાં ઘૂસે એ પછી રેસ્પીરેટરી સેલમાં એન્જીયોરેન્સીન ક્ધવર્ટીંગ એન્ઝાઈમ 2 (એસ-2) નામે ઓળખાતા રિસેપ્ટર સાથે ભળી જતા અણીદાર પ્રોટીનનો ઉપયોગ કરે છે. વાયરસનો શરીરમાં ગુણાકાર થયા કરે છે અને આખરે ફેફસામાં પહોંચે છે. એથી બળતરા થાય છે, અને ફેફસાની કોથળીમાં પ્રવાહી અને વધુ ભરાય જાય છે. આ કારણે દર્દી બરાબર શ્વાસ લઈ શકતો નથી અને આઠમા દિવસથી માંડી 15 દિવસમાં એકયુટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સર્જાય છે.


Loading...
Advertisement