સામાન્ય શરદી, તાવ અને કોરોના વાઈરસ પારખવાની ટિપ્સ

13 March 2020 10:35 AM
Health India
  • સામાન્ય શરદી, તાવ અને કોરોના વાઈરસ પારખવાની ટિપ્સ

નવી દિલ્હી તા.12
કોરોના વાયરસનો ડર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની જરૂર છે, એમાં ના નહીં, પણ વ્યક્તિને એ વળગે તેવી શકયતા હજુ પણ ઓછી છે. નાકમાંથી પાણી વહેતું હોઈ અને તમને કોરોનાનો ભય હોય તો એ દૂર કઈ રીતે કરવો?

અમેરિકામાં કોબો કલીનીક ખાતેના મેડીસીન અને ચેપી રોગોના ડોકટર ગ્રેગ પોલાન્ડના જણાવ્યા મુજબ સિઝનલ એલર્જીના નાક અને આંખને અસર થાય છે. મોટાભાગે એ નાકને સ્પર્શે છે અને મોટાભાગના લક્ષણો માથા સુધી સીમીત રહે છે.

એથી ઉલ્ટુ, ફલુ અને કોરોના વાયરસમાં અન્ય સીસ્ટમને અને શ્વાસનળીના નીચા ભાગને અસર થાય છે. તમારા નાકમાંથી કદાચ પાણી નહીં નીતરતું હોય, પણ તમારું ગળું સોજી ગયું હોઈ, કફ અને તાવ અથવા ટુંકા શ્વાસ એ જુદું જ નિદાન છે.

પોલાન્ડ કહે છે કે શરીરના ઉષ્ણતામાન પર ધ્યાન માટે એલર્જીથી તાવ આવે એવું બહું બનતું નથી. એવી જ રીતે એલર્જીથી શ્વાસ ટુંકા થતા નથી, સિવાય કે અસ્થમા જેવી કોઈ અગાઉની બીમારી હોય.

પોલાન્ડ કહે છે કે દર વર્ષે અમુક ગાળામાં સરખા લક્ષણો હોય તો તમે સિઝનલ એલર્જી અનુભવો છો. આવા કેસમાં દવાની દુકાનેથી દવા લઈ અને આરોગ્ય બાબતે સાવચેતી રાખવામાં આવે તો સારું થઈ જાય છે. તમને જો કોરોના વાયરસ કે ફલુ હોય તો તમને થકાવટ લાગશે અને કદાચ તમે પથરીમાં પડશો. એલર્જીથી પણ નાકનો અનુભવ થાય છે, પણ એનાથી તમને સાંધાનો દુખાવો થતો નથી.

સામાન્ય બીમારીમાં થોડા દિવસોનો આરામ અને યોગ્ય કાળજીથી સાજા થઈ જાય છે. જો તમને ફલુ કે કોરોના વાયરસ હોય તો સારા થવાનું તમે માનતા હો ત્યારે તબીયત બગડવા લાગે છે. પોલાન્ડ કહે છે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો કોરોના વાયરસની આશંકા રાખવાનું કારણ છે. ફલુમાંથી ન્યુમોનીયા થઈ શકે છે.
જો કે એલર્જી, શરદી, ફલુ અને કોરોના વાયરસના લક્ષણો સરખા હોય છે. તેથી લક્ષણો ચાલુ રહે તો તમારે ધ્યાન આપવું જોઈએ.


Loading...
Advertisement