બોટાદના ગૌરક્ષકો, કરણીસેના, સૂર્યસેના, કાઠી ક્ષત્રિય સેના દ્વારા ડી.જી. વણજારાનું તલવાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન

12 March 2020 02:31 PM
Botad
  • બોટાદના ગૌરક્ષકો, કરણીસેના, સૂર્યસેના, કાઠી ક્ષત્રિય સેના દ્વારા ડી.જી. વણજારાનું તલવાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન

રાજકોટ તા.12
ગુજરાતને આંતકવાદ મુકત બનાવનાર દેશપ્રેમી, રાષ્ટ્રપ્રેમી જાબાઝ પોલીસ અધિકારી ડી.જી.વણજારાનો જાહેર સન્માન સમારંભ અમદાવાદમાં શહિર વિર પાંડે હોલ ખાતે યોજવામાં આવેલ તેમાં ગુજરાતભરના સંતો મહંતો, સામાજીક ધાર્મીક સંસ્થાઓના વડાઓ તેમજ વણજારાના ચાહકો દ્વારા વણજારાને સન્માનીત કરવામાં આવેલ તેમાં બોટાદના ગૌરક્ષકો કરણીસેના સૂર્યસેના અને કાઠી ક્ષત્રિય સેનાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોટાદ કાઠી ક્ષત્રિય સેનના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા વણજારા ગાયમાતાના સીમ્બોલ વાળી કેશરી ખેસ પહેરાવી સન્માનપત્ર સાથે શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરેલ.
આ સન્માન પ્રસંગે સામતભાઈની સાથે ગૌભકત પ.પૂ. કાલીદાસબાપુ (દેકાવાડા) તથા જસદણ ભાજપ મહામંત્રી કાર્તીકભાઈ હુદડ તથા બોટાદ કરણીસેના યુવા પ્રમુખ અમીરાજભાઈ ધાધલ તથા વિંછીયાના અગ્રણી કાળુભાઈ બોરીચા તથા પાળીયાદના અગ્રણી બાબભાઈ ખાચર તથા બોટાદના સંજયભાઈ ખુમાણ તથા શીવરાજભાઈ કાચર વિગેરે ઉપસ્થિત રહેલ. ખાસ આનંદની વાત તો એ કે આ વણજારાના સન્માન પ્રસંગે સામતભાઈની સાથે પ.પૂ.કાલીદાસ બાપુ જોડાયેલ તે આનંદ સાથે ગૌરવની વાત કહેવાય.
આ પ્રસંગે વણજારાભાઈએ જણાવેલ કે આ મારો પ્રથમ કેસ કહેવાય કે નિવૃતી પછી પણ મને આઈજીપીનું પ્રમોશન આપવામાં આવેલ તેથી હું કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો ખુબ ખુબ આભારમાનુ છું. અને અત્યારે દિલ્હીમાં જે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.


Loading...
Advertisement