જસદણના કમળાપુર-ભુપગઢ માર્ગમાં કામમાં ઠાગાઠૈયા : અકસ્માતનો ભય

12 March 2020 01:12 PM
Jasdan
  • જસદણના કમળાપુર-ભુપગઢ માર્ગમાં કામમાં ઠાગાઠૈયા : અકસ્માતનો ભય

જસદણ, તા. 1ર
કમળાપૂર થી ભુપગઢ સુધીના ડબલ પટ્ટી રોડના કામમાં 20કિલોમીટર રોડમાં હવે માત્ર 5 કિલોમીટરનું જ કામ બાકી છે છતાં પૂર્ણ થવાનું નામ લેતું નથી રોડની બન્ને સાઈડમાં ખોદકામમાં પૂરતું માટીનું પૂરાણ નહી કરવાથી બાઈક ચાલકોને અકસ્માત નો ભય રહે છે
જસદણ તાલુકાના કમળાપૂર થી ભુપગઢ સુધી ચાલી રહેલા ડબલ પટ્ટી રોડના કામમાં એક બાજુ બે ફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બીજીબાજુ આ રોડનું કામ પૂર્ણ કરવા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ ઠાગાઠૈયા કરી રહ્યા છે જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ રોડનું કામ ગોકળગાયની ગતિએ કરવામાં આવતું હોવાથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
આ ડબલ પટ્ટી રોડ માત્ર 20 કિલોમીટર બનાવાનો છે પણ રોડનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે અને પૂર્ણ થવાનું નામ લેતો નથી આ રોડની કામગીરીથી લોકો હવે તોબા પોકારી ગયા છે હવે માત્ર 5કિલોમીટરનું રોડનું કામ બાકી છે તો શું આ રોડની કામગીરી આવતા ચોમાસા પછી પૂરી થશે કે પછી ચોમાસા પહેલા પૂરી થશે આવા અનેક વેધક સવાલો વાહચાલકોના મનમાં ઉઠી રહ્યા છે માટે જસદણ તાલુકાના મોટા ગજાના નેતાઓ આ રોડની મુલાકાત કરે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવા જવાબદાર અધિકારીઓને અને કોન્ટ્રાક્ટને પાઠ ભણાવે તેવું આ વિસ્તારના વાહનચાલકો ઈષ્છી રહ્યા છે.


Loading...
Advertisement