મોબાઈલ પર ઉધરસનું ખોં ખોં સાંભળી થાકી ગયા છો ? કોલરટયુન કાઢી શકાય છે

12 March 2020 11:13 AM
India Technology
  • મોબાઈલ પર ઉધરસનું ખોં ખોં સાંભળી થાકી ગયા છો ? કોલરટયુન કાઢી શકાય છે

દિવસમાં કેટલીયવાર કોરોનાની ઓડિયો ક્લિપ સાંભળી લોકો થાકી ગયા છે

નવી દિલ્હી,તા. 12
ભારત સરકારે તમામ ટેલિફોન ઓપરેટરોને 30 સેકંડની ઓડિયો ક્લીપ ડિફોલ્ટ કોલર ટ્યુન તરીકે સેટ કરવા આદેશ આપ્યો હતો. કોલર ટયુનનો હેતુ કોરોના વાઈરસ વિષે જાગૃતિ ફેલાવાનો અને યુનેસ્કોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવાનો હતો.

આ કોલર ટયુનના કારણે 30 સેકંડ પછી કોલ કનેક્ટ થાય છે. જો કે મોબાઈલ ગ્રાહકો આથી ખુશ નથી. જ્યારે પણ કોઇને ફોન કરવામાં આવે ત્યારે ખોં ખોં સાંભળવું પડે છે. એમાંય તાકીદે વાત કરવાની હોય ત્યારે આવો કોલર ટયુન માણસને ગુસ્સે ભરાવે છે. જો કે એરટેલ અને અન્ય ટેલિકોમ કંપનીઓથી વિપરિત, જિઓ આ કોલર ટયુન વગાડવા સાથે કોલ કનેક્ટ કરે છે.

મેસેજ પૂરો થાય ત્યાં સુધી તમે વાટ જોવા ન માગતા હોય તો એક રસ્તો છે. મેસેજ શરુ થવાની રાહ જુઓ અને 1 દબાવો, એકડો દબાવ્યા પછી તમને ફોન કનેક્ટ કરવા સામે મૂળ કોલર ટયુન પર લઇ જવાશે.

હાલમાં જ્યારે પણ ફોન કરો ત્યારે આ મેસેજ અટકાવવાનો બીજો કોઇ રસ્તો નથી. આનો અર્થ એ થયો કે યુઝરે ઉપરોક્ત વર્ણવ્યા પ્રમાણેની સૂચનાનું પાલન કર્યા પછી જ કોરોનાવાઈરસ એલર્ટ મેસેજ આવી શકશે.


Loading...
Advertisement