મહિલાઓ હવે ‘રક્ષક’ એપના સથવારે સુરક્ષિત બનશે

07 March 2020 05:02 PM
Rajkot Saurashtra Woman
  • મહિલાઓ હવે ‘રક્ષક’ એપના સથવારે સુરક્ષિત બનશે

શિલ્ડ સિક્યોર સર્વિસીઝે બનાવેલી રક્ષક એપ ડાઉનલોડ કરવી સરળ : મહિલાઓ તરફથી પ્રતિસાદ મળ્યો

રાજકોટ,તા. 7
આમ તો જો કે મહિલા દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે 28 ફેબ્રઆરી 1909માં અમેરિકા થઇ ત્યારબાદ 1913 રુશમાં મહિલાઓએ મહિલા દિન નિમિત્તે રેલી કાઢી અને છેલ્લે યુનાઈટેડ નેશન્સ દ્વારા 8 માર્ચનાં રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કાયદેસરની મહોર લાગી અને વિશ્ર્વભરમાં આ માર્ચ મહિનો મહિલાના રક્ષણ, પોષણ અને શોષણ બાબતે ચર્ચિત થઇ ગયો. મને હંમેશા એકસવાલ થયો છે કે જો ઇતિહાસના પતા ફેરવીએ તો ત્યારથી લઇને વાસ્તવિક ક્ષણ સુધી મહિલાના રક્ષણ બાબતે બોવ લાંબો ફરક નથી પડ્યો ત્યારે પણ મહિલા સશક્તિ હોવા છતાં શોષિત હતી અને આજે પણ મહિલા સશક્ત હોવા છતાં દોષિત છે.

એક નાની એવી ઘટના કે કોઇ યુવતી સાથે રેપ થાય કે રેપ માટેની કોશિશ થાય અને તે જાહેર કરે એટલે પેલુ તેનું કાઉન્સેલીંગ શરુ થાય કે જો તકલીફ ન હોય તો જાહેર ન કરવું નાની મોટી દવા લેવાથી શરીરના ઘા રુઝાઈ જશે અને વાતાવરણ બદલવાથી મનના ઘા પુરાઈ જશે. સવાલ એ છે કે આમાં સ્ત્રીત્વનું ગૌરવ ક્યાં ? આ નગ્નસત્ય હોવા છતાં પણ વાસ્તવિક સ્થિતિમાં દરેક યુવતીએ સામાજિક બદનામીના કારણે પણ આ મેન્ટાલીટીને સ્વીકારવી પડે છે.

કટોકટીની પરિસ્થિતિમાં ખુબ સુંદર પ્રયાસ કર્યો છે શ્રીમાન મયુરભાઈ પરમારે (એમડી પરમાર) પહેલી વખત કોઇ સ્ત્રી એકાંતમાં પોતાની એકલતાને નહીં હવે કોઇ તેમની સાથે છે એવો સતત અહેસાસ હવે રક્ષક એપ કરાવશે.

એટલે ખરેખર તમે જો કોઇને બોડીગાર્ડ તરીકે સ્વીકારવા માંગો છો તો મારો અભિપ્રાય એવો છે કે તમે રક્ષક એપ સાથે લો....કારણ કે હયાત માણસ કરતાં રક્ષકથી કોઇ ભય નથી તેમજ અહીં સ્ટમ અને કંડીશનલ તમારી પોતાની છે અને પર્ફોર્મન્સ રક્ષકનું છે.

જ્યારે તમે તમારા વિચારો પ્રમાણે જીવનની શરુઆત કરશો તો તમારા રક્ષણનો ક્રાઇટેરિયા રક્ષક દ્વારા સેટ શકશો કારણ કે રક્ષણ માટે તમારે આ એપ પાસે કોઇ અન્યની સહાય એમના સૂચનો તેમના અભિપ્રાયો તર્ક વિતર્કોને સમજવાની સ્વીકારવાની કે જબરજસ્તી સ્વીકારવાની કોઇ જરુર નથી.

આજકાલ મોબાઈલ બધા હોય છે. શિલ્ડ સિક્યોર સર્વિસીઝે રક્ષક નામની એપ બનાવી છે જે આપ ડાઉનલોડ કરી શકો છો. તેમાં લોગ ઇન થયા બદ તમે તમારી નજીકના 5 એવા વ્યક્તિઓનાં નંબર એડ કરી શકો છો કે જેને તમે મુશ્કેલીમાં હોવ તો તુરંત મેસેજ મળી જાય. કે તમે મુશ્કેલીમાં છો. જેમાં તમારું લોકેશન તેમજ એડ્રેસ તમારા એડ કરેલા પાંચ લોકોને તે ગણતરીની સેંકડોમાં જ મળી જશે. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ પણ ગુનેગાર સુધી જલ્દી પહોંચી શકે. મોટો ફાયદો એ છે કે આ એપ ઇન્ટરનેટ વિના પણ ચાલશે.

એપ કેવી રીતે ઉપયોગ
www.rakssshak.com અથવા આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ ડાઉનલોડ કરી શકાશે. ન્યૂ યૂઝરથી લોગીન કર્યા બાદ એપ યુઝ કરી શકશો, એડ કોન્ટેકમાં 5 નંબર એવા એડ કરો જેને મુશ્કેલ સમયે જાણ કરવાની છે. મોસ્ટ પ્રાયોરિટી એક નંબર સિલેક્ટ કરો જેના પર ઓટોમેટીક કોલ લાગી જશે પેનિક ટાઈમમાં કોઇપણ મુશ્કેલીના સમયમાં એપમાં રહેલું હેલ્પનું બટન એકવાર પ્રેસ કરવાનું છે.

મહિલા સુરક્ષા માટે સમાજને એક ડીજીટલ પ્લેટફોર્મ આપવાના હેતુથી રક્ષક એપ બનાવી છે. આ ટેકનોલોજીની મદદથી, જો કોઇ મહિલા પોતાને અસુરક્ષિત મહેસુસ કરશે તો તે મહિલા રક્ષક એપથી એડ કરેલા પોતાનાં 5 લોકોને લોકેશન અને એડ્રેસ સાથેનો મેસેજ મોકલી શકશે સાથે મેસેજમાં મુશ્કેલીનો સમય, તેના નેટવર્કની માહિતી, તેમની બેટરીનાં ટકા, લાસ્ટ 5 કોલ લોગની માહિતી, આ બધું જ તેને એડ કરેલા નંબર પણ ગણતરીની સેકન્ડમાં જતી રહેશે. એક સિલેક્ટેડ મોબાઈલ નંબર પર કોલ જતો રહેશે.

આ બધું એક જ ક્લિક કરવાથી થઇ જશે. જો આપણે બધા ભેગા થઇને આ ટેકનોલોજીની મદદથી એક મોટું નેટવર્ક ઉભું કરીશું તો કોઇ વિકૃત માણસ કોઇ મહિલાને એકલી સમજીને એને પજવવાની હિંમત નહીં કરે. હાલમાં રક્ષક એપના યુઝર્સ દિવસે ને દિવસે વધી રહ્યા છે એવી સ્થિતિમાં ઘણા લોકો તેમજ મહિલાઓ તરફથી અમને પ્રતિસાદ મળ્યો છે.


Loading...
Advertisement